આગની તીવ્રતાને કારણે આસપાસમાં રહેતા આશરે ૧૩૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
વિમાન ઇમર્જન્સી લૅન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રૅશ થયું
સેન્ટ્રલ મેક્સિકોમાં ગઈ કાલે એક નાનું પ્રાઇવેટ વિમાન ઇમર્જન્સી લૅન્ડિંગનો પ્રયાસ કરતી વખતે ક્રૅશ થવાથી ઓછામાં ઓછા ૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ વિમાન ટોલુકા ઍરપોર્ટથી લગભગ પાંચ કિલોમીટર દૂર અને મેક્સિકો સિટીથી આશરે ૫૦ કિલોમીટર પશ્ચિમમાં આવેલા ઔદ્યોગિક વિસ્તાર સૅન માટો ઍટેન્કોમાં ક્રૅશ થયું હતું. વિમાને એકાપુલ્કોથી ઉડાન ભરી હતી. વિમાન નજીકના ફુટબૉલ મેદાન પર ઇમર્જન્સી લૅન્ડિંગનો પ્રયાસ કરી રહ્યું હતું, પણ નજીકના કમર્શિયલ બિલ્ડિંગની છત સાથે અથડાયું હતું અને પછી વિમાનમાં આગ લાગી હતી. કુલ ૮ મુસાફરો અને બે ક્રૂ સભ્યો વિમાનમાં હતા. જોકે અકસ્માતના કેટલાક કલાકો પછી માત્ર ૭ મૃતદેહો મળી આવ્યા હતા. બાકીના લોકોની શોધ અને ઓળખ ચાલુ છે. આગની તીવ્રતાને કારણે આસપાસમાં રહેતા આશરે ૧૩૦ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકે એવી આશા જાગી, અમેરિકાની શાંતિયોજના પર ૯૦ ટકા સહમતી બની
ADVERTISEMENT
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે સમાપ્ત થાય એવી શક્યતા ઊભી થઈ છે. અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે રશિયાએ સંકેત આપ્યો છે કે તેઓ યુક્રેનને યુરોપિયન યુનિયનમાં સામેલ થતું રોકશે નહીં. અમેરિકા દ્વારા તૈયાર કરવામાં આવેલી શાંતિયોજનાની લગભગ ૯૦ ટકા મુદ્દાઓ પર સહમતી બની છે.
.


