Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લાંબા વીક-એન્ડને કારણે ઉત્તરાખંડના કૈંચી ધામમાં યાત્રાળુઓનો ભારે ધસારો

લાંબા વીક-એન્ડને કારણે ઉત્તરાખંડના કૈંચી ધામમાં યાત્રાળુઓનો ભારે ધસારો

Published : 04 October, 2026 09:15 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સવારે ૪ વાગ્યાથી ત્રણથી ૪ કિલોમીટર લાંબી લાઇનો લાગી

આશ્રમ તરફ જતા રસ્તા પર વાહનોની અને આશ્રમમાં ભક્તોની ભીડ.

આશ્રમ તરફ જતા રસ્તા પર વાહનોની અને આશ્રમમાં ભક્તોની ભીડ.


ઉત્તરાખંડના કૈંચી ધામમાં ગાંધી જયંતી વીક-એન્ડમાં પ્રવાસીઓનો અને ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને સવારે ૪ વાગ્યાથી ભાવિકોની લાંબી લાઇનો લાગતાં હાઇવે પર ટ્રાફિક જૅમ થયો હતો. દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પંજાબમાં રહેતા નીમ કરોલી બાબાના ભાવિકો કૈંચી ધામ મંદિરમાં દર્શન કરવા મોટી સંખ્યામાં પહોંચતાં મંદિર પરિસરથી લઈને હાઇવે સુધી ભારે ભીડ જોવા મળી હતી. ત્રણથી ૪ કિલોમીટર લાંબી લાઇનો લાગી હતી. ૩ દિવસની રજા અને તાજેતરમાં ફિલ્મ ‘હનુમાન અંશ’ની રિલીઝ બાદ નીમ કરોલી બાબા વિશે વધેલી રુચિને કારણે શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા. ભવાલી-કૈંચી ધામ હાઇવે અને અલ્મોડા-હલ્દવાની હાઇવે પર ત્રણથી ૪ કિલોમીટરનો જૅમ જોવા મળ્યો હતો. આ ભીડને કારણે ઉત્તરાખંડનાં ઘણાં ટૂરિસ્ટ-સ્થળો પર ભીડમાં પણ વધારો થયો હતો. અલ્મોડા, પિથોરાગઢ અને રાનીખેત જનારા લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ભાવિકોમાં પંદરથી ૩૦ વર્ષની વયના યુવાનોની સંખ્યા સૌથી વધારે જોવા મળી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 09:15 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK