Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાતમાં લગ્ન અને લિવ-ઇન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

ગુજરાતમાં લગ્ન અને લિવ-ઇન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

Published : 03 October, 2026 09:20 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું જ્યાં યુનિફૉર્મ સિવિલ કોડનો અમલ, બિલને રાષ્ટ્રપતિ તરફથી મળી મંજૂરી : લિવ-ઇનથી જન્મેલા બાળકને મળશે કાયદેસર માન્યતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ગુજરાતના યુનિફૉર્મ સિવિલ કોડ (UCC) બિલને દેશનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તરફથી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ ગુજરાત સરકારે એને ‘ગુજરાત અધિનિયમ ક્રમાંક નંબર 15, 2026’ તરીકે જાહેર કર્યું છે અને ૨૦૨૬ની પહેલી ઑક્ટોબરે અધિકૃત ગુજરાત ગૅઝેટમાં પ્રકાશિત કર્યું છે. આ સાથે ઉત્તરાખંડ પછી ગુજરાત દેશનું એવું બીજું રાજ્ય બન્યું છે જ્યાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણનો માર્ગ મોકળો થયો છે.  

આ બિલ અંતર્ગત લગ્ન થયાના ૬૦ દિવસની અંદર નોંધણી માટે આવેદનપત્ર રજૂ કરવું ફરજિયાત રહેશે. નિર્ધારિત સમયમાં લગ્નની નોંધણી નહીં કરાવવા પર ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. જો નોટિસ આપ્યા પછી પણ નોંધણી નહીં કરાવવામાં આવે તો દંડની રકમ વધીને ૨૫,૦૦૦ રૂપિયા સુધી થઈ શકે છે.



UCC અંતર્ગત લિવ-ઇન રિલેશનશિપને પણ કાનૂની દાયરામાં લાવતાં એની નોંધણીને અનિવાર્ય બનાવી છે. લિવ-ઇન રિલેશનશિપથી જન્મનાર બાળકને કાયદેસરના બાળકની સંપૂર્ણ માન્યતા આપવામાં આવશે. આ સિવાય જો પુરુષ સાથી મહિલાને છોડે છે તો મહિલાને ભરણપોષણ માગવાનો કાનૂની અધિકાર રહેશે. લિવ-ઇન નોંધણી દરમ્યાન ખોટી જાણકારી આપવા પર ૩ મહિના સુધીની જેલ કે ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે. કોઈ પણ સગીર સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેવા બદલ અત્યંત કડક અને શિક્ષાત્મક જોગવાઈઓ દાખલ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

03 October, 2026 09:20 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK