Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નેસ્લેના લો ફૅટ ડેરી વાઇટનરની ક્વૉલિટી નબળી : વેચાણ પર FSSAIએ રોક લગાવી

નેસ્લેના લો ફૅટ ડેરી વાઇટનરની ક્વૉલિટી નબળી : વેચાણ પર FSSAIએ રોક લગાવી

Published : 04 October, 2026 09:17 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

FSSAIએ આ પહેલાં નેસ્લે કંપનીના બેબી-ફૂડ સંદર્ભમાં પણ કાર્યવાહી કરી હતી

 નેસ્લે

નેસ્લે


ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ લૅબોરેટરીમાં કરેલા પરીક્ષણ બાદ મલ્ટિનૅશનલ કંપની નેસ્લેના લો ફૅટ ડેરી વાઇટનરના નમૂનાને અસુરક્ષિત અને સબ-સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા અને ભારત હોટેલ્સને એના વેચાણ પર રોક લગાવવાનો આદેશ આપ્યો હતો. આ સૅમ્પલો નવી દિલ્હીના કનૉટ પ્લેસ સ્થિત મેસર્સ ભારત હોટેલ્સ લિમિટેડ (ધ લલિત)ના પરિસરમાંથી લેવામાં આવ્યાં હતાં. આ સંદર્ભમાં હોટેલને પણ નોટિસ આપવામાં આવી છે. જોકે ઑથોરિટીએ હોટેલને ફૂડ-ઍનલિસ્ટના રિપોર્ટ પર અપીલ કરવાનો મોકો પણ આપ્યો છે. FSSAIએ હોટેલને નિર્દેશ આપ્યો હતો કે તેઓ આ પ્રોડક્ટના વેચાણ પર તરત રોક લગાવે.
FSSAIએ આ પહેલાં નેસ્લે કંપનીના બેબી-ફૂડ સંદર્ભમાં પણ કાર્યવાહી કરી હતી. ૨૦૧૫માં કંપનીનાં મૅગી નૂડલ્સ પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો અને કંપનીને એની પ્રોડક્ટને બજારમાંથી પાછી ખેંચવાનો વારો આવ્યો હતો. ત્યાર બાદ નવેસરથી પ્રોડક્ટ તૈયાર કરીને બજારમાં લૉન્ચ કરવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 09:17 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK