Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનની એપ્રિલમાં વિક્રમી કમાણી

વેસ્ટર્ન રેલવેના મુંબઈ ડિવિઝનની એપ્રિલમાં વિક્રમી કમાણી

Published : 03 May, 2026 07:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૯૫.૮ કરોડની આવક સાથે નવો ઇતિહાસ રચાયો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને ચાલુ નાણાકીય વર્ષની શાનદાર શરૂઆત કરતાં એપ્રિલમાં ૩૯૫.૮૦ કરોડ રૂપિયાની રેકૉર્ડબ્રેક આવક નોંધાવી છે. રેલવે-અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આંકડો અત્યાર સુધીની કોઈ પણ એપ્રિલ મહિનાની સર્વોચ્ચ કમાણી છે જેણે એપ્રિલ ૨૦૨૫ના ૩૫૪.૩૨ કરોડ રૂપિયાનો રેકૉર્ડ તોડ્યો છે.

મુંબઈ સેન્ટ્રલ ડિવિઝને ટિકિટ-ચેકિંગ અભિયાન દ્વારા તિજોરીમાં મોટો ઉમેરો કર્યો છે. ૩૦ એપ્રિલે માત્ર એક જ દિવસમાં ૯૬૮૮ કેસ નોંધાયા હતા જેના દ્વારા ૬૮.૫૪ લાખ રૂપિયાની વિક્રમી વસૂલાત કરવામાં આવી હતી. આ પહેલાં ૨૦૨૩ની ૧૦ નવેમ્બરે ૬૧.૦૮ લાખ રૂપિયાની એક દિવસની આવકનો રેકૉર્ડ હતો એટલું જ નહીં, એપ્રિલ ૨૦૨૬માં ટિકિટ-ચેકિંગ દ્વારા કુલ ૧૨.૪૦ કરોડ રૂપિયાની માસિક આવક થઈ છે જે મે ૨૦૨૨માં ૧૨.૨૫ કરોડ રૂપિયાના અગાઉના ઉચ્ચતમ સ્તરને વટાવી ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

03 May, 2026 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK