કૈલાશ ખેરે કેદારનાથ ધામની પોતાની મુલાકાત દરમ્યાન મંદિરમાં તહેનાત સુરક્ષા-કર્મચારીઓ અને તીર્થ પુરોહિતો સાથે વાતચીત કરી.
કૈલાશ ખેરે કેદારનાથ મંદિરમાં કર્યાં દર્શન
સિન્ગર કૈલાશ ખેરે હાલમાં કેદારનાથ મંદિરમાં દર્શન કર્યાં. કૈલાશ ખેરે કેદારનાથ ધામની પોતાની મુલાકાત દરમ્યાન મંદિરમાં તહેનાત સુરક્ષા-કર્મચારીઓ અને તીર્થ પુરોહિતો સાથે વાતચીત કરી. તેણે યાત્રાળુઓ માટેની સુવિધાઓની પ્રશંસા કરતાં કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં સુવિધાઓ ખૂબ સંતોષકારક છે. કૈલાશે કેદારનાથ મંદિરે પહોંચીને એક વિડિયો સોશ્યલ મીડિયામાં શૅર કર્યો છે જેમાં તે ભક્તો સાથે ભગવાન શિવનું ભજન ગાતો જોવા મળે છે. ત્યાં હાજર ભક્તો પણ શિવભક્તિમાં લીન દેખાય છે.
