મહિલાઓ હવે વંદે ભારત એક્સપ્રેસ પણ ચલાવે છે ત્યારે હજીયે રેલવેનાં એવાં કેટલાંય કામ છે જે મહિલાઓને કરતી જોઈને ભારે આશ્ચર્ય થાય! એવું કોઈ ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓ ન હોય એવું આપણે ઘણી વાર કહેતા હોઈએ છીએ. આજની તારીખમાં તો દરેક ક્ષેત્રે મહિલાઓનો દબદબો છે, પણ હજીયે એવાં ઘણાં કાર્યો છે જેમાં મહિલાઓ કામ કરે તો દુનિયા આશ્ચર્યની નજરે જુએ. તમે મહિલાઓને ટ્રેન ચલાવતાં જોઈ હશે પણ રેલવે પ્રશાસન અંતર્ગત આવતા અઢળક વિભાગોમાં એવાં કાર્યો છે જેના વિશે જાણીએ તો લાગે કે એ તો ફક્ત પુરુષો જ કરી શકે છે. જોકે આ વિભાગોમાં પણ હવે મહિલાઓ ડંકો વગાડી રહી છે. સેન્ટ્રલ રેલવેના મુંબઈ ડિવિઝનમાં વુમન પાવર દર્શાવતી સુપરવિમેનને મળીએ.
09 March, 2025 07:21 IST | Mumbai | Kajal Rampariya