વેસ્ટર્ન રેલવેએ એપ્રિલથી ઑક્ટોબર ૨૦૨૬ દરમ્યાન આ દંડ વસૂલ કર્યો હતો.
પ્રતીકાત્મક તસવીર
વેસ્ટર્ન રેલવેએ સબર્બન નેટવર્ક પર ટિકિટ વિના મુસાફરી કરતા ૬.૨૮ લાખ પ્રવાસીઓને પકડ્યા હતા અને તેમની પાસેથી ૩૬ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. વેસ્ટર્ન રેલવેએ એપ્રિલથી ઑક્ટોબર ૨૦૨૬ દરમ્યાન આ દંડ વસૂલ કર્યો હતો.
૭ મહિનાના આ સમયગાળામાં વેસ્ટર્ન રેલવેના સમગ્ર નેટવર્ક પર ટિકિટ વિના કે ગેરકાયદે મુસાફરીના કુલ ૧૭.૯૩ લાખ કિસ્સા નોંધાયા હતા, જેમાંથી લગભગ ૩૫ ટકા કિસ્સા સબર્બન નેટવર્કના હતા. રેલવેએ એના સમગ્ર નેટવર્ક પર કુલ ૧૩૮.૦૫ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે જેમાં લાંબા અંતરની ટ્રેનો, પૅસેન્જર સેવાઓ અને વિશેષ ટ્રેનોનો સમાવેશ થાય છે. માત્ર ઑક્ટોબર મહિનામાં જ ૨.૪૪ લાખથી વધુ કિસ્સા પકડાયા હતા, જેનાથી ૨૧.૫૩ કરોડ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
AC લોકલ ટ્રેનોમાં ટિકિટ તપાસવી એ પણ એક મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરવાનો વિષય બન્યો છે. વેસ્ટર્ન રેલવેએ એપ્રિલથી ઑક્ટોબર દરમ્યાન AC સબર્બન લોકલમાં ગેરકાયદે મુસાફરીના લગભગ ૧.૧૩ લાખ કિસ્સા પકડ્યા છે. ગયા વર્ષના આ જ સમયગાળાની સરખામણીમાં આ કિસ્સાઓની સંખ્યામાં ૮૨ ટકાથી વધુનો વધારો થયો છે. સામાન્ય ટિકિટ ધરાવતા મુસાફરો યોગ્ય ટિકિટ વિના AC લોકલમાં મુસાફરી ન કરે એ સુનિશ્ચિત કરવા માટે રેલવે સઘન તપાસ અભિયાન ચલાવી રહી છે.
