Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > તમારા લગ્નપ્રસંગના જમણવારમાં તુકારામ મુંઢેને એન્ટ્રી આપશો?

તમારા લગ્નપ્રસંગના જમણવારમાં તુકારામ મુંઢેને એન્ટ્રી આપશો?

Published : 06 November, 2026 07:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભાંડુપમાં લગ્નના ભોજનસમારંભ પછી વર-કન્યા સ‌હિત ઘણા લોકોને ફૂડ-પૉઇઝ‌નિંગ થઈ ગયું એ પછી FDAએ અપીલ કરી કે મૅરેજમાં કેટલા મહેમાન આવશે, તેઓ શું જમશે, કેટરર કોણ છે એ બધી જ વિગતો અમને ઍડ્વાન્સમાં આપો તો અમે ટે‌સ્ટિંગ કરીએ

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


ભાંડુપમાં ગયા રવિવારે લગ્નના જમણવારમાં જમ્યા બાદ વર-કન્યા સહિત ઘણા લોકોને ફૂડ-પૉઇઝનિંગ થયું હતું અને ઝાડા-ઊલટી થવા માંડતાં હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (FDA)એ હવે આવું બનતું અટકાવી શકાય એ માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. ઘરમાં જો લગ્ન-સમારંભ હશે અને મહેમાનોના જમવાની વ્યવસ્થા કરી હશે તો FDAને એ વિશેની માહિતી પહેલેથી જ આપવાની રહેશે; જેમ કે કેટલા મહેમાન જમશે? કઈ વાનગીઓ બનવાની છે? કેટરર કોણ છે? આ બધી જ માહિતી પહેલેથી જ FDAને આપવી જોઈએ જેથી FDA અગાઉથી જ ટેસ્ટિંગ કરી શકે. FDAના કમિશનર તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે લગ્ન ઉપરાંત કોઈ પણ મોટા ફન્ક્શનના આયોજન અગાઉ પણ FDAની વેબસાઇટ પર માહિતી આપીને ટેસ્ટિંગ માટે જણાવી શકાય છે.


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK