Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

શેરડી-આંદોલન

Published : 06 November, 2026 07:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પુણે-બૅન્ગલોર હાઇવે બે દિવસથી ઠપ : ‌મિ‌નિમમ ભાવ માટેની ખેડૂતોની લડત આજે ચોથા દિવસે પણ ચાલુ રહેશે, ૩ જિલ્લા બંધ કરવાની ચીમકી

પુણે-બૅન્ગલોર હાઇવે પર ખેડૂતોનો મોબાઇલ-ટૉર્ચ વિરોધ.

પુણે-બૅન્ગલોર હાઇવે પર ખેડૂતોનો મોબાઇલ-ટૉર્ચ વિરોધ.


સ્વાભિમાની શેતકરી સંઘટના દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શરૂ કરવામાં આવેલા આંદોલનને પગલે પુણે-બૅન્ગલોર હાઇવે પર ટ્રાફિક-સમસ્યા ઊભી થઈ છે અને વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. કરાડ પાસે તથા કોલ્હાપુરના કીણી ટોલનાકા પાસે ભારે ટ્રાફિક જૅમ થયો હતો. સામાન્ય વાહનો ઉપરાંત માલસામાનની હેરફેર કરનારાં વાહનો પણ અહીં ટ્રાફિકમાં અટવાયેલાં જોવા મળ્યાં છે. ૪૦૦૦થી ૫૦૦૦ વાહનો અહીં આંદોલનના કારણે અટવાયેલાં છે, જ્યારે ૨૫,૦૦૦ કરતાં નાનાં વાહનો અહીં ટ્રાફિકમાં અટવાયેલાં હોવાનો અંદાજ છે. 
શેરડીના ભાવના મુદ્દે ૩ દિવસથી ખેડૂતો રસ્તા પર ઊતરી આવ્યા છે. ગઈ કાલે જિલ્લા કલેક્ટર કચેરીમાં યોજાયેલી બેઠક માત્ર પોકળ વચનો સાબિત થતાં સ્વાભિમાની શેતકરી સંઘટનાએ આંદોલન પાછું ખેંચવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. તેમણે જાહેર કર્યું છે કે જ્યાં સુધી શેરડીના ભાવ વિશે કોઈ ચોક્કસ ઉકેલ ન આવે ત્યાં સુધી તેઓ પોતાનું આંદોલન ચાલુ રાખશે. તેમની માગણી છે કે શેરડીનો ભાવ પ્રતિ ટન ૪૫૦૦ રૂપિયા અને એથનૉલનો ભાવ પ્રતિ લીટર ૭૦ રૂપિયા નક્કી કરવામાં આવે. આંદોલનકારીઓએ રોષપૂર્વક સવાલ ઉઠાવ્યો છે કે કર્ણાટક અને ગુજરાતમાં ખેડૂતોને શેરડીના વધુ ભાવ મળતા હોય તો મહારાષ્ટ્રના ખેડૂતો સાથે આવો અન્યાય કેમ કરવામાં આવી રહ્યો છે? ઉકેલ ન આવે ત્યાં સુધી તેમણે આ જ રીતે હાઇવે જેમ કરીને કોલ્હાપુર, સાંગલી અને સાતારા જિલ્લાઓ બાનમાં લેવાની ચીમકી આપી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 07:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK