Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વિરાર સ્ટેશનના વિસ્તરણનું કામ પૂરું, ટૂંક સમયમાં દોડશે ૧૫ ડબ્બાની વધુ લોકલ ટ્રેનો

વિરાર સ્ટેશનના વિસ્તરણનું કામ પૂરું, ટૂંક સમયમાં દોડશે ૧૫ ડબ્બાની વધુ લોકલ ટ્રેનો

Published : 06 April, 2026 07:15 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચાર મહિનામાં વિરાર-દહાણુ રોડ ક્વાડ્રપ્લિંગ પ્રોજેક્ટ અંતર્ગત વિરાર સ્ટેશનના અપગ્રેડેશનનું કામ પૂરું થયું

નવાં પ્લેટફોર્મનાં સ્થાન

નવાં પ્લેટફોર્મનાં સ્થાન


વેસ્ટર્ન રેલવેના વ્યસ્ત ગણાતા વિરાર-દહાણુ રોડ ક્વાડ્રુપ્લિંગ (ચારમાર્ગીય રેલવેલાઇન) પ્રોજેક્ટ અંતર્ગત વિરાર સ્ટેશનના અપગ્રેડેશનનું કામ પૂરું થયું છે. આ સાથે જ હવે વિરારથી ૧૫ ડબ્બાની વધુ લોકલ ટ્રેનો દોડાવવાનો માર્ગ મોકળો બન્યો છે. મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (MRVC) દ્વારા આ કામગીરી રેકૉર્ડબ્રેક ચાર મહિનામાં પૂર્ણ કરવામાં આવી છે.

વિરાર સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર 3A અને 4Aની પહોળાઈ ૬.૫ મીટરથી વધારીને ૧૦.૫ મીટર કરવામાં આવી છે. એ ઉપરાંત પ્લૅટફૉર્મની લંબાઈમાં પણ વધારો થયો છે જેથી હવે ત્યાં ૧૨ ડબ્બાને બદલે ૧૫ ડબ્બાની લોકલ ટ્રેનો ઊભી રહી શકશે. મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને સ્ટેશનની પશ્ચિમ દિશામાં પ્લૅટફૉર્મ-નંબર 5A નામે એક નવું હોમ પ્લૅટફૉર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેનાથી ટ્રેનોના સંચાલનમાં સરળતા રહેશે.



MRVC અને વેસ્ટર્ન રેલવેએ નવાં પ્લૅટફૉર્મ પર EMU ટ્રેનની ટ્રાયલ-રન સફળતાપૂર્વક હાથ ધરી હતી. આ અપગ્રેડ થયેલાં પ્લૅટફૉર્મ્સ ટૂંક સમયમાં ઝોનલ રેલવેને સોંપવામાં આવશે અને ત્યાર બાદ આ પ્લૅટફૉર્મ પરથી ૧૫ ડબ્બાની ટ્રેન શરૂ થશે. 


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 07:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK