Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વ્યુઝ અને લાઇક્સ વધારવાની લાલસા નાલાસોપારાના ઇન્ફ્લુએન્સરને ભારે પડી

વ્યુઝ અને લાઇક્સ વધારવાની લાલસા નાલાસોપારાના ઇન્ફ્લુએન્સરને ભારે પડી

Published : 06 April, 2026 09:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દલિત સમુદાય સામે અપમાનજનક પોસ્ટ કરવા બદલ પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો

ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર ઇન્ફ્લુએન્સર સાથે આચોલે પોલીસ-ટીમ.

ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકનાર ઇન્ફ્લુએન્સર સાથે આચોલે પોલીસ-ટીમ.


નાલાસોપારાના આચોલે પોલીસે ૨૪ વર્ષના સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર સામે દલિત સમુદાયને લક્ષ્ય બનાવતી અપમાનજનક સામગ્રી પોસ્ટ કરવા બદલ કડક કાર્યવાહી કરી હતી.

નાલાસોપારા-ઈસ્ટમાં રહેતા આ યુવકે દલિત તથા મુસ્લિમ સમુદાય બાબતે, ધર્માંતરણ વિશે અને આ સરકાર હિન્દુઓની હોવા જેવી ઉશ્કેરણીજનક વાતો કરતી પોસ્ટ મૂકી હતી.



આ વિડિયો ઝડપથી વાઇરલ થયો હતો જેને કારણે દલિતોમાં આક્રોશ ફેલાયો હતો. ઉશ્કેરણી બાદ દલિત સમુદાયના સભ્યોએ પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. મામલાની સંવેદનશીલતાને તાત્કાલિક ધ્યાનમાં લેતાં આચોલે પોલીસે શંકાસ્પદ વ્યક્તિને શોધી કાઢી હતી. તેને કસ્ટડીમાં લઈને કડક કાર્યવાહી કરી હતી અને તેનો હાથ જોડી માફી માગતો વિડિયો બનાવીને એને શૅર કરવાની ફરજ પાડી હતી.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2026 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK