Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ: જરાક અમથા કારણસર ગણપતિ વિસર્જનયાત્રામાં છુટ્ટા હાથની મારામારી: ૮૦ લોકો સામે FIR

મુંબઈ: જરાક અમથા કારણસર ગણપતિ વિસર્જનયાત્રામાં છુટ્ટા હાથની મારામારી: ૮૦ લોકો સામે FIR

Published : 21 September, 2026 08:03 AM | Modified : 21 September, 2026 08:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Titwala Ganesh Visarjan: જોતજોતામાં તો આ વિવાદ એટલી હદ સુધી વકર્યો હતો કે કાર્યકર્તાઓ વચ્ચે ગાળાગાળી અને પછી છૂટા હાથની ઝપાઝપી પણ થઈ ગઈ હતી. આ બનાવથી પરિસરમાં ખભલાત મચી ગયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. ભાજપ અને ઉદ્ધવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે આ ચકમક થઈ હતી
  2. બંને ગ્રુપના મેઇન લીડરની સાથે ૭૦થી ૮૦ જણ સામે ગુનો
  3. કલેક્ટરના મનાઈહુકમનું ઉલ્લંઘન કરવા બદલ પણ કાયદેસરના ગુના દાખલ કરવામાં આવ્યા

ટિટવાળામાં ગણેશવિસર્જન (Titwala Ganesh Visarjan)માં કેટલાક લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે. ભાજપ અને ઉદ્ધવસેનાના કાર્યકર્તાઓ વચ્ચે આ ચકમક થઈ હતી. રિપોર્ટ અનુસાર વિસર્જનયાત્રામાં માત્ર આગળ નીકળવાની નજીવી બાબતને લઈને આ વિવાદનાં બીજ રોપાયાં હતાં. જોતજોતામાં તો આ વિવાદ એટલી હદ સુધી વકર્યો હતો કે કાર્યકર્તાઓ વચ્ચે ગાળાગાળી અને પછી છૂટા હાથની ઝપાઝપી પણ થઈ ગઈ હતી. આ બનાવથી પરિસરમાં ખભલાત મચી ગયો હતો અને રંગેચંગે નીકળેલી બાપ્પાની વિસર્જનયાત્રામાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું. હાલમાં આ સમગ્ર મામલે કલ્યાણ તાલુકા પોલીસે બંને ગ્રુપના મેઇન લીડરની સાથે ૭૦થી ૮૦ જણ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

એક્ઝેક્ટલી આ વિવાદના તણખા ઝર્યા કઈ રીતે?



હવે આ હિંસક બનાવ (Titwala Ganesh Visarjan) બન્યો તેની આખરે શરૂઆત કઈ રીતે થઈ હતી તે જોઈએ. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર વિસર્જનયાત્રામાં આગળ વધવાની બાબતે ભાજપનાં પૂર્વ ઉપમેયર તથા વર્તમાન કોર્પોરેટર ઉપેક્ષા ભોઈર, તેમના પતિ શક્તિવાન ભોઈર અને સામે પક્ષે ઉદ્ધવસેનાના પૂર્વ કોર્પોરેટર સુરેશ ભોઈર તથા હોદ્દેદાર પ્રદીપ ભોઈર વચ્ચે બોલાચાલી ઉપડી હતી. વિસર્જનયાત્રા કોની આગળ અને કોની પાછળ બસ આટલી જ નજીવી બાબતે ઝગડો શરૂ થયો હતો. પછી તો બંને પક્ષના કાર્યકર્તાઓએ પણ વિવાદમાં ઝંપલાવ્યું અને બંને એકમેકની સામે થઈ ગયા.


અહીં એ વાત નોંધનીય છે કે ટિટવાળા વિસ્તાર (Titwala Ganesh Visarjan)માં અગાઉની ચૂંટણીમાં ઉપેક્ષા ભોઈરની પેનલ સામે ઉદ્ધવસેનાના પ્રદીપ ભોઈરની હાર થઈ હતી. જોકે આ રાજકારણીય વૈમનસ્યને કારણે જ આ વિવાદ વકર્યો હોવાનું કહેવાય છે. વિસર્જનયાત્રા દરમિયાન નજીવી બાબતને આ જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ આપ્યું હતું. 

પોલીસ જણાવે છે કે ૧૯મી સપ્ટેમ્બરના રોજ મોડીરાત્રે ટિટવાળામાં આવેલ રેજન્સી સર્વમ શ્રીકૃષ્ણા હોસ્પિટલ રોડ, એમએનએસ ચોક અને સ્ટેશન રોડ વિસ્તારમાં આ તણાવ પેદા થયો હતો. વિસર્જનયાત્રામાં માત્ર સરઘસને આગળ-પાછળ કરવાના મુદ્દાસર બે ગ્રુપમાં ઝગડો થયો હતો. શરૂઆતમાં બંને પક્ષે ગાળાગાળી કરી હતી, પણ પછી આ વિવાદ ઉશ્કેરાયો હતો. બંને જૂથના લોકોએ ધક્કામુક્કી અને મારામારી કરી હોવાનું જાણવા મળ્યું છે. 


જોકે, આ સમગ્ર પ્રકરણ (Titwala Ganesh Visarjan)થી વિસ્તારની શાંતિ ખોરવાઇ છે જેને ધ્યાને લઈને કલ્યાણ તાલુકા પોલીસે મુખ્ય ચાર પોલિટિકલ લીડર્સ સહિત બંને ગ્રુપના ૭૦થી ૮૦ લોકો સામે રાયોટિંગ (દંગલ ફેલાવવા), જાહેર શાંતિનો ભંગ કરવા, મારપીટ અને ગાળાગાળી કરવા જેવા ગંભીર ગુના હેઠળ એફઆઈઆર નોંધી છે. તે સિવાય નોઇસ પોલ્યુશન અને સ્પીકર/લાઉડસ્પીકર માટે જરૂરી પરવાનગી વગર યાત્રા નિકાળવા બદલ તેમજ કલેક્ટરના મનાઈહુકમનું ઉલ્લંઘન કરવા બદલ પણ કાયદેસરના ગુના દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે વધુ પોલીસ તપાસ ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

21 September, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK