મુઠ્ઠીભર વિચારવંતો દ્વારા જ્ઞાનના ઉત્કર્ષ માટે એક બીજ રોપવામાં આવ્યું હતું તે આજે શ્રી બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સંસ્થા રૂપી એક વિશાળ વૃક્ષ બની ગયું છે જે છેલ્લા 75 વર્ષોથી વિદ્યા અને સંસ્કારના ફળ આપી રહ્યું છે. જ્ઞાન સાધનાની સમૃદ્ધિ સર્વોપરી સમૃદ્ધિ છે. આ સર્વોપરી સમૃદ્ધિને જનમાનસમાં વહેતી કરવા પ્રયત્નોની પરાકાષ્ઠા આદરનાર સંસ્થા બૃહદ્ ગુજરાતી એજ્યુકેશન સોસાયટીના ૭૫ વર્ષ પૂર્ણ થતાં અમૃત મહોત્સવની ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાના 75 વર્ષની ઉજવણી કરવા એક વિરાટ સ્નેહસંમેલન એટલે કે રીયુનિયન યોજાયું હતું. આ રીયુનિયનમાં સંસ્થાના મહાનુભાવો, શાળાના દરેક વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શિક્ષકેતર કર્મચારીઓએ હાજરી આપી હતી.
26 December, 2024 11:00 IST | Mumbai | Viren Chhaya