શિવસેનાના સંસદસભ્ય રાહુલ શેવાળેએ એકનાથ શિંદે સમક્ષ મૂકેલા આ પ્રસ્તાવથી જૈન સમાજ પ્રસન્નઃ કરી રોડ, સૅન્ડહર્સ્ટ રોડ, મરીન લાઇન્સ, ચર્ની રોડ, કૉટનગ્રીન, ડૉક્યાર્ડ રોડનાં નામ બદલવાની પણ માગણી
સંસદસભ્ય રાહુલ શેવાળેએ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને લખેલો પત્ર
સ્થાનિક ઇતિહાસના આધારે બ્રિટિશ જમાનાનાં સેન્ટ્રલ અને વેસ્ટર્નનાં રેલવેનાં સ્ટેશનોનાં નામ બદલવાની વિનંતી શિવસેનાના લોકસભાના ગટનેતા રાહુલ શેવાળેએ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને કરી છે. આ પત્રમાં રાહુલ શેવાળેએ કિંગ્સ સર્કલને તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનું નામ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે એને પગલે જૈન સમાજમાં અત્યારથી હર્ષોલ્લાસ ફેલાયો છે. પાર્શ્વનાથ ભગવાન જૈનોના ૨૩મા તીર્થંકર છે.