બંગલાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને કારણે ભારતના હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો છે અને એની વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે, સાથે જ હિન્દુ ધર્મની રક્ષા કાજે એક થાઓ એવી જાહેર હાકલ કરવામાં આવી છે.
ગઈ કાલે દહિસરમાં નીકળેલી રૅલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
બંગલાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને કારણે ભારતના હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો છે અને એની વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે, સાથે જ હિન્દુ ધર્મની રક્ષા કાજે એક થાઓ એવી જાહેર હાકલ કરવામાં આવી છે. આજે ઘાટકોપર-ઈસ્ટના વિક્રાંત સર્કલ પાસેના હનુમાન મંદિર પાસે સાંજે ૪.૩૦ વાગ્યે મોટી સંખ્યામાં હિન્દુઓને હાજર રહી વિરોધ-પ્રદર્શનમાં ભાગ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે વેસ્ટર્ન સબર્બ્સમાં પણ દહિસરથી અંધેરી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર આ જ મુદ્દે માનવસાંકળ રચી વિરોધ-પ્રદર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. સકલ હિન્દુ સમાજ દ્વારા ભાઈંદર ઈસ્ટમાં ગોલ્ડન નેસ્ટ સર્કલ પાસે આજે સવારે ૧૦ વાગ્યે વિરોધ-પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
ગઈ કાલે દહિસર-ઈસ્ટમાં ‘બંગલાદેશ હિન્દુ ન્યાય યાત્રા’ હેઠળ કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શન અંતર્ગત એક રૅલી કાઢવામાં આવી હતી જેમાં સિગ્નેચર કૅમ્પેન પણ ચલાવવામાં આવ્યું હતું અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.


