મુંબઈનાં વિવિધ શ્રદ્ધાસ્થાનોની મુલાકાતે આપણે જઈએ છીએ. એ જ શૃંખલામાં આજે તમને એક વિશિષ્ટ માન્યતાને કારણે ચર્ચામાં રહેતા મંદિરે લઈ જવા છે. અત્યારે લગ્નનો ગાળો છે. વર્ષ ૨૦૨૫માં નવયુગલો લગ્નગ્રંથિથી જોડાઈને જીવનનાં નવા અધ્યાયનો પ્રારંભ કરી રહ્યાં છે ત્યારે મુંબઈના દહીંસરમાં આવેલ ભાટલા દેવી મંદિર વિષે જાણવું રોચક રહેશે.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
07 January, 2025 09:59 IST | Mumbai | Dharmik Parmar