Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Iskcon

લેખ

૧૯૭૧ની ૧૬ ડિસેમ્બરે બંગલાદેશ સ્વતંત્ર થયું એની યાદગાર ક્ષણ.

બંગલાદેશ ક્રાઇસિસ ક્યા કહાની ક્યા સચ

આવતી કાલે બંગલાદેશનો વિજય દિવસ છે. આજથી ૫૩ વર્ષ પહેલાં ભારતની મદદથી પાકિસ્તાનથી સ્વતંત્ર દરજ્જો પામનારા બંગલાદેશમાં આજકાલ રાજકીય ઊથલપાથલો થઈ છે.

15 December, 2024 05:09 IST | Mumbai | Aashutosh Desai
નીતેશ રાણે

બેથી વધુ બાળકો ધરાવતા મુસ્લિમ પરિવારને લાડકી બહિણ યોજનાની મદદ ન મળવી જોઈએ

બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચાર સામે ન્યાયયાત્રા કાઢનારા નીતેશ રાણેએ કહ્યું...

11 December, 2024 02:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઘાટકોપરમાં પણ ગઈ કાલે સાંજે ભારતીય હિન્દુ સમાજ દ્વારા બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા એક જનઆક્રોશ મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું

બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારના વિરોધમાં ઠેર-ઠેર મોરચા કાઢવામાં આવ્યા

બંગલાદેશમાં હિન્દુઓ પર સતત કરવામાં આવી રહેલા હુમલાના વિરોધમાં ગઈ કાલે મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ-પ્રદર્શન કરવાની સાથે મોરચા કાઢવામાં આવ્યા હતા.

09 December, 2024 12:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે દહિસરમાં નીકળેલી રૅલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

બંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો વિરોધ કરવા આજે ઠેર-ઠેર મોરચો

બંગલાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓને કારણે ભારતના હિન્દુઓમાં રોષ વ્યાપી ગયો છે અને એની વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે, સાથે જ હિન્દુ ધર્મની રક્ષા કાજે એક થાઓ એવી જાહેર હાકલ કરવામાં આવી છે.

08 December, 2024 12:30 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કિમ કાર્ડેશિયન અને તેની બહેન ખ્લૉ કાર્ડેશિયને મુંબઈના ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી. (તસવીર સૌજન્ય- કિમ કાર્ડેશિયન ઇનસ્ટાગ્રામ)

Photos: અંબાણીના લગ્ન બાદ કાર્ડેશિયન બહેનો પહોંચી ઈસ્કોન, બાળકોને ભોજન પીરસ્યું

વિશ્વપ્રખ્યાત અમેરિકન મોડલ અને સોશિયલ મીડિયા સ્ટાર કિમ કાર્ડેશિયન અને તેની બહેન ખ્લૉ કાર્ડેશિયન મુંબઈની મુલાકાતે છે. કિમ અને ખ્લૉએ હાલમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં હાજરી આપી હતી. મુંબઈમાં કિમ અને ખ્લૉએ તેમના પ્રવાસની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર શૅર કરી હતી. જો કે ભવ્ય લગ્ન સમારોહ બાદ હવે કીમ અને ખ્લૉએ તેમના પ્રવાસની શ્રેષ્ઠ અનુભવો જણાવવાં મુંબઈના ઈસ્કોન મંદિરની મુલાકાત લીધી હતી અને ત્યાં સેવા પણ આપી હતી. આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (તસવીર સૌજન્ય- કિમ કાર્ડેશિયન ઇનસ્ટાગ્રામ)

16 July, 2024 09:55 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: PTI

Janmashtami 2023:કોઈ બન્યા કૃષ્ણમય તો કોઈ ઝૂમ્યા કાનાની ધૂન પર,જુઓ ઉજવણીના ફોટોઝ

દેશભરમાં નંદ ગોપાલનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. દેશના મહત્વના તહેવારમાંનો એક એવા જન્માષ્ટમી પર નેતાઓ અને અભિનેતાઓ પણ ભક્તિમાં લીન થયા હતાં. કેન્દ્રિય ગૃહપ્રધાન શ્રી કૃષ્ણના નાદ સથા ઈસ્કોન મંદિરના ઉત્સવમાં સામેલ થયા હતા તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પણ કૃષ્ણ ઉત્સવનો ભાગ બન્યા હતાં. જેનું નામ જ ગોવિંદા છે એવા અભિનેતા ગોવિંદાએ પણ જન્માષ્ટમીના આનંદ-ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી. 

08 September, 2023 03:41 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
જુહુ સ્થિત ઈસ્કોન મંદિરમાં ઉજવણી

Janmashtami 2023: જુહુ ઈસ્કૉન મંદિરમાં કૃષ્ણની ભક્તિમાં તલ્લીન થયાં ભક્તો

દેશભરમાં ઠેર ઠેર જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. મુંબઈના જુહુ ખાતે આવેલા ઈસ્કૉન મંદિરમાં પણ જન્માષ્ટમી (Janmashtami 2023) ના પાવન અવસરે આનંદ અને ઉ્લ્લાસનો માહોલ જામ્યો હતો. રોશનીથી ઝગમગતા અને ફૂલોથી મહેકતા આ મંદિરમાં અંસખ્ય ભક્તો કાન્હાની ભક્તિમાં લીન થયા પહોંચ્યા હતાં. "હરે ક્રિષ્ના.. હરે રામા" ના નાદ સાથે સેવકો અને ભક્તો કાન્હાના રંગમાં રંગાયા હતાં.   

08 September, 2023 03:39 IST | Mumbai | Nirali Kalani
તસવીર: સૂત્રો

અમદાવાદ ઈસ્કોન અકસ્માત: જીવ તાળવે ચોંટી જાય એવા છે દ્રશ્યો, કાળે કોઈને ન છોડ્યા

ગુજરાતમાં સરખેજ-ગાંધીનગર હાઈવે (Ahmedabad Accident)પર ગુરુવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. ઈસ્કોન બ્રિજ પર આ હિટ એન્ડ રન રોડ અકસ્માતમાં જગુઆર કાર લોકો પર ચડી ગઈ હતી, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 9 લોકોના મોત થયા હતા. મૃતકોમાં બોટાદ જિલ્લાના સુરેન્દ્રનગરના યુવાનોનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની કેટલીક તસવીર સામે આવી છે. તસવીર જોઈ અંદાજો લગાવી શકાય છે કે કેટલો ગમખ્વાર અકસ્માત હશે. 

20 July, 2023 05:43 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

PM મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

15 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈવેન્ટ દરમિયાન, તેમણે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક શ્રીલ પ્રભુપાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરંપરાગત શંખ ફૂંકવામાં ભાગ લીધો. મંદિર ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત છે, જેમાં આધ્યાત્મિક ઉપદેશો ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સમારોહમાં ભક્તો અને મહાનુભાવોએ હાજરી આપી હતી અને PM મોદીએ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઇસ્કોનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મંદિર ભક્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામુદાયિક સેવાના કેન્દ્ર તરીકે સેવા આપશે.

16 January, 2025 03:09 IST | Navi Mumbai
ઢાકામાં ઇસ્કૉન મંદિર સળગાવ્યું, લક્ષ્મીનારાયણ મૂર્તિની તોડફોડ - જુઓ વીડિયો

ઢાકામાં ઇસ્કૉન મંદિર સળગાવ્યું, લક્ષ્મીનારાયણ મૂર્તિની તોડફોડ - જુઓ વીડિયો

ઇસ્કૉન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ રાધારમણ દાસે અહેવાલ આપ્યો છે કે બાંગ્લાદેશના ઢાકામાં એક ઇસ્કૉન સેન્ટરને બદમાશો દ્વારા આગ લગાડવામાં આવી હતી. આ ઘટના વહેલી સવારે 2-3 વાગ્યાની આસપાસ બની હતી. રાધારમણ દાસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ પેટ્રોલ રેડીને મંદિરને સળગાવી દીધું હતું. હુમલા દરમિયાન લક્ષ્મીનારાયણની મૂર્તિની પણ તોડફોડ કરવામાં આવી હતી. આગમાં આખું મંદિર બળીને ખાખ થઈ ગયું હતું. આ ઘટના બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામેની હિંસા અંગેની મોટી ચિંતાનો એક ભાગ છે. ધાર્મિક સંસ્થા ઇસ્કૉને આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બાદ પ્રદેશમાં તેના મંદિરો અને અનુયાયીઓની સુરક્ષાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

08 December, 2024 04:46 IST | Kolkata
જન્માષ્ટમી 2024: ભક્તોએ ઉજવી જન્માષ્ટમી, અમદાવાદના ઇસ્કોન મંદિરનો માહોલ જુઓ

જન્માષ્ટમી 2024: ભક્તોએ ઉજવી જન્માષ્ટમી, અમદાવાદના ઇસ્કોન મંદિરનો માહોલ જુઓ

આજે કૃષ્ણ જન્માષ્ટમી છે, એક ખાસ દિવસ જે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી કરે છે. સમગ્ર ભારતમાં મંદિરો ઉત્સાહ અને આનંદથી જીવંત છે. શેરીઓ અને મંદિરોને રંગબેરંગી રોશની અને ફૂલોથી શણગારવામાં આવ્યા છે, અને દરેક જગ્યાએ જીવંત વાતાવરણ છે. અમદાવાદમાં, ઇસ્કોન મંદિર ખાસ કરીને ભરચક જોવા મળ્યું હતું. અહીં ઘણા ભક્તો ભગવાન કૃષ્ણને ભક્તિ અને ઉત્સાહ સાથે રીઝવવા એકઠા થઈ રહ્યા છે. વધુ માટે વિડિયો જુઓ.

26 August, 2024 02:40 IST | Ahmedabad

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK