Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બહેનની હત્યાના કેસમાં આજીવન કેદની સજા સાંભળીને ભાઈએ કોર્ટના પાંચમા માળેથી કૂદીને જીવ આપી દીધો

બહેનની હત્યાના કેસમાં આજીવન કેદની સજા સાંભળીને ભાઈએ કોર્ટના પાંચમા માળેથી કૂદીને જીવ આપી દીધો

Published : 24 November, 2026 10:52 AM | Modified : 24 November, 2026 11:38 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બહેને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે બહેનની છાતીમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા જેને કારણે વધુ પડતું લોહી વહી જવાથી અને આઘાત લાગવાથી બહેનનું મૃત્યુ થયું હતું. 

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


નવી મુંબઈની બેલાપુર કોર્ટમાં સોમવારે બનેલી ચોંકાવનારી ઘટનામાં ૨૮ વર્ષના એક દોષીએ કોર્ટના બિલ્ડિંગના પાંચમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. ૨૦૧૯માં પોતાની બહેનની હત્યા કરવા બદલ આજીવન કેદ અને પત્નીની હત્યાના પ્રયાસ બદલ ૧૦ વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.
આ ઘટના એ સમયે બની જ્યારે કોર્ટના અધિકારીઓ અને પોલીસ સજા સંભળાવ્યા બાદની ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહ્યા હતા. નાગેશ લાડ તરીકે ઓળખાયેલો આ દોષી કોર્ટ-રૂમની બહાર દોડી ગયો હતો અને પાંચમા માળેથી નીચે કૂદી પડ્યો હતો જેના કારણે ઘટનાસ્થળે જ તેનું મૃત્યુ થયું હતું.

ફરિયાદ પક્ષના જણાવ્યા મુજબ નાગેશ લાડને શંકા હતી કે તેની પત્નીને તેના બનેવી સાથે અનૈતિક સંબંધ છે. ૨૦૧૯ની ૧૭ જુલાઈએ વહેલી સવારે તેણે નવી મુંબઈમાં પત્નીના પિયરના ઘરની અગાસી પર છરી વડે પત્ની પર હુમલો કર્યો હતો અને ત્યાર બાદ ત્યાંથી નાસી છૂટ્યો હતો.



ત્યાર પછી નાગેશ લાડ પોતાની બહેનના ઘરે ગયો હતો. બહેને તેને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો તો તેણે બહેનની છાતીમાં છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા જેને કારણે વધુ પડતું લોહી વહી જવાથી અને આઘાત લાગવાથી બહેનનું મૃત્યુ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

24 November, 2026 11:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK