Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Murder Case

લેખ

મુરલીધર રામચંદ્ર જોશી, બીમાર અને પથારીવશ પત્ની લતા

નાશિકમાં ૮૦ વર્ષના એક પ્રિન્સિપાલે બીમાર પત્નીની હત્યા કરીને આત્મહત્યા કરી

હું મારી પત્નીને બહુ ચાહું છું... તેને મુક્ત કરીને હું પણ જીવન ટૂંકાવું છું... લતાને અંતિમ સંસ્કાર પહેલાં નવી સાડી, મંગળસૂત્ર ને દાગીના પહેરાવજો

11 April, 2025 08:08 IST | Nashik | Gujarati Mid-day Correspondent
જનેતાએ પાણીની આ ટાંકીમાં બે પુત્રોને ડુબાડીને પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

સતત બીમાર રહેતાં ટ્‍વિન્સને પાણીની ટાંકીમાં ડુબાડીને માતાએ પણ આત્મહત્યાનો પ્રયાસ

મહિલાનું માથું ટાંકીની બહાર જોઈને પાડોશીઓએ દોડીને બચાવી લીધી, પણ તેના બન્ને દીકરાઓના જીવ જતા રહ્યા

10 April, 2025 07:02 IST | Pune | Gujarati Mid-day Correspondent
૨૭ વર્ષના બીનુ રૈદાસ

દીકરીના પ્રેમીને ઘરે બોલાવીને માર્યો, નખ ઉખાડી નાખ્યા, ડામ દઈને મરવા છોડી દીધો

બીનુના પિતા કલ્લુએ આપેલા બયાન મુજબ બીનુ ઘરોમાં પેઇન્ટિંગનું કામ કરે છે અને રવિવારે સવારે કામ પર જ ગયો હતો. ત્યાંથી સાંજે ચાર વાગ્યે પાછો આવ્યો

10 April, 2025 07:02 IST | Lucknow | Gujarati Mid-day Correspondent
દીપક તેની પત્ની શિવાની

પહેલાં મખાણામાં નશીલી દવા આપી, ડાબા હાથે ગળું દબાવીને પત્નીએ જ પતિને મારી નાખ્યો

ઘટના વખતે શિવાનીના જમણા હાથે ફ્રૅક્ચર હતું એટલે તેણે ડાબા હાથે વધુ જોર આપીને દીપકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

10 April, 2025 07:02 IST | Lucknow | Gujarati Mid-day Correspondent

ફોટા

સૂટકેસમાં માથું મળી આવેલી મહિલાનું ધડ પોલીસ ટીમે શોધી કાઢ્યું (તસવીરો: હનીફ પટેલ)

વિરાર: સુટકેસમાંથી કપાયેલું માથું મળ્યા પછી પોલીસને મહિલાનું ધડ પણ મળ્યું

માંડવી પોલીસને ગયા અઠવાડિયે પાલઘર જિલ્લાના વિરારમાં એક મહિલાનું કપાયેલું માથું સુટકેસમાંથી મળી આવ્યું હતું. ઉત્પલા ઉર્ફે સોમા દાસ તરીકે ઓળખાતી આ મહિલાની કથિત રીતે તેના પતિ હરીશ હિપ્પારાગીએ 8 જાન્યુઆરીના રોજ હત્યા કરી હતી. હિપ્પારાગીએ કથિત રીતે વિરાર-નાલાસોપારા લિંક રોડ પર એક નાળા પાસે તેનું માથું કાપી નાખ્યું હતું, જ્યાં તેણે તેનું ધડ બૅગમાં ભરીને ફેંકી દીધું હતું. (તસવીરો: હનીફ પટેલ)

19 March, 2025 06:44 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી રહેલા પોલીસકર્મીઓ (તસવીરો- હનીફ પટેલ)

હોળીને દિવસે હચમચ્યું મુંબઈ, સૂટકેસમાં મળ્યું મહિલાનું માથું- પોલીસ તપાસ શરૂ

મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લાના વિરારમાં ગુરુવારે રાત્રે દર્દનાક ઘટનાથી ચકચાર મચી જવા પામી. અહીં એક સૂટકેસમાં મહિલાનું કપાયેલ માથું મળી આવ્યું હતું. પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી છે. (તસવીરો- હનીફ પટેલ)

15 March, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુપ્રિયા સુળે હત્યા કરાયેલા સરપંચના પરિવારને મળ્યા (તસવીરો: મિડ-ડે)

બીડમાં સુપ્રિયા સુળેએ સંતોષ દેશમુખના પરિવારને મળી ન્યાય માટે લડવાનું વચન આપ્યું

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા સુપ્રિયા સુળેએ મંગળવારે મહારાષ્ટ્ર સરકાર પર મસજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના કેસમાં બે મહિના પછી પણ ફરાર આરોપીને પકડવામાં નિષ્ફળ જવા અંગે ટીકા કરી હતી. દેશમુખના પરિવારને મળ્યા બાદ બીડ જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, સુળેએ કહ્યું કે તેમણે આ મામલો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સમક્ષ ઉઠાવ્યો છે, જેમણે તેમને ખાતરી આપી હતી કે તેઓ હત્યા કેસની તપાસ કરશે. (તસવીરો મિડ-ડે)

19 February, 2025 07:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આઝાદ મેદાનમાં મહારાષ્ટ્રની સરપંચ પરિષદનો વિરોધ (તસવીરો: અતુલ કાંબલે)

બીડ સરપંચ સંતોષ દેશમુખ હત્યા કેસ: મુંબઈના આઝાદ મેદાનમાં સરપંચ પરિષદનો વિરોધ

મહારાષ્ટ્રની સરપંચ પરિષદે મંગળવારે મુંબઈના આઝાદ મેદાનમાં બીડના મસાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના આરોપીઓની ધરપકડની માગ સાથે તીવ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. (તસવીરો: અતુલ કાંબલે)

07 January, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

સૌરભ રાજપૂત હત્યા કેસ: આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ વિગતો સાથે કરી અપીલ

સૌરભ રાજપૂત હત્યા કેસ: આરોપી મુસ્કાન રસ્તોગીના માતા-પિતાએ વિગતો સાથે કરી અપીલ

સૌરભ રાજપૂતની ભયાનક હત્યાની તપાસ દરમિયાન અનેત વિગતો જાહેર થઈ રહી છે, આરોપી મુસ્કાનની માતા કવિતાએ ભાવુક અપીલ કરી, "હું બધા બાળકોને કહેવા માગુ છું કે તમારા માતા-પિતાથી ક્યારેય કંઈ છુપાવશો નહીં. મારી દીકરીએ મોટી ભૂલ કરી છે. હું તેને સતત પૂછતી હતી કે સમસ્યા શું છે, પરંતુ તેનું વજન ઘટતું રહ્યું; તેણે 2 વર્ષમાં 10 કિલો વજન ઘટાડ્યું હતું. તેણે અમારાથી ઘણી બધી બાબતો છુપાવી હતી અને તેથી જ તે આજે જેલમાં છે. અમને કોઈ ખ્યાલ નહોતો કે તેનું બ્રેઇન વૉશ કરવામાં આવ્યું હતું કે તે ડ્રગ્સ લેતી હતી... જો તેણે અમારી સાથે કંઈક શેર કર્યું હોત, તો તે આ સ્થિતિમાં ન હોત..."

22 March, 2025 09:56 IST | Meerut
નીતેશ રાણે અને નરેશ મ્હસ્કે (MVA) પર દિશા સલિયન કેસ છુપાવવાનો આરોપ

નીતેશ રાણે અને નરેશ મ્હસ્કે (MVA) પર દિશા સલિયન કેસ છુપાવવાનો આરોપ

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણેએ અગાઉની મહા વિકાસ આઘાડી (MVA) સરકાર પર દિશા સલિયનના મૃત્યુની આસપાસના તથ્યો છુપાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે વિશ્વાસ સાથે કહ્યું છે કે સત્ય આખરે કોર્ટમાં બહાર આવશે. દરમિયાન, નરેશ મ્હસ્કેએ આ કેસના સંદર્ભમાં એકતા કપૂર અને આદિત્ય ઠાકરે સહિત અગ્રણી વ્યક્તિઓના નામ લીધા છે.

21 March, 2025 01:07 IST | Mumbai
વડોદરા કાર અકસ્માત: ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપીના નિવેદનને નકારી કાઢ્યું

વડોદરા કાર અકસ્માત: ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપીના નિવેદનને નકારી કાઢ્યું

વડોદરા ખાતે થયેલા દુ:ખદ કાર અકસ્માતના ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપી રક્ષિત ચૌરસિયા દ્વારા રજૂ કરાયેલા બચાવ પક્ષના દલીલને નકારી કાઢી છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. કેવલાણીએ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે ન્યાય મેળવવાનું વચન આપ્યું છે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ.

18 March, 2025 08:54 IST | Vadodara
ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું: આદિત્ય ઠાકરે, સંજય શિરસાટ સહિત નેતાઓએ શું કહ્યું?

ધનંજય મુંડેએ રાજીનામું આપ્યું: આદિત્ય ઠાકરે, સંજય શિરસાટ સહિત નેતાઓએ શું કહ્યું?

બીડ સરપંચ હત્યા કેસમાં મુંડેના નજીકના સહાયક વાલ્મિક કરાડની સંડોવણી બાદ મહારાષ્ટ્ર રાજ્યના મંત્રી ધનંજય મુંડેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. મુંડેએ પોતાનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આરોપીઓને ગુના માટે સૌથી કડક સજા મળવી જોઈએ. એનસીપી નેતાએ જણાવ્યું કે રાજીનામું આપવાનો નિર્ણય લેવામાં તેમણે પોતાના "આંતરિક સ્વ"નું પાલન કર્યું. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે તેમની તબિયત સારી નહોતી, અને તેમના ડૉક્ટરે તાત્કાલિક સારવારની ભલામણ કરી હતી. મુંડેના રાજીનામા પર ઘણા રાજકીય નેતાઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી. શિવસેનાના સાંસદ નરેશ મ્હસ્કેએ કહ્યું, "અમે સંતોષ દેશમુખના પરિવાર સાથે ઉભા છીએ. ગઈ કાલે બીડના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના ફોટા સામે આવ્યા બાદ દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ પાછળના વ્યક્તિને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. આરોપીઓ પર ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ. પોલીસ અને સરકાર વાલ્મિક કરાડ સામે કાર્યવાહી કરશે." ધનંજય મુંડેના રાજીનામા પર, રાજ્યના પર્યાવરણ મંત્રી પંકજા ગોપીનાથ મુંડેએ કહ્યું, "સંતોષ દેશમુખની હત્યાનો વાયરલ વીડિયો જોવાની મારી હિંમત નહોતી. હું ધનંજય મુંડેના રાજીનામાનું સ્વાગત કરું છું, પરંતુ તે વહેલું આવવું જોઈતું હતું." NCP-SCP ધારાસભ્ય રોહિત પવાર, કૉંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે, શિવસેના (UBT) ધારાસભ્ય આદિત્ય ઠાકરે અને અન્ય લોકોએ પણ પ્રતિક્રિયા આપી. જુઓ વીડિયો.

04 March, 2025 07:35 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK