લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં એક મહિલાના મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકાને લીધે ધુમાડો ફેલાઈ જતાં ગભરાઈ ગયેલી મહિલાઓ દરવાજા પાસે દોડી આવી હતી.
પ્રતીકાત્મક તસવીર
છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કલ્યાણ જઈ રહેલી સ્લો ટ્રેનમાં ગઈ કાલે સાંજે ૮.૧૨ વાગ્યે ટ્રેન કલવા સ્ટેશન પહોંચી ત્યારે લેડીઝ કમ્પાર્ટમેન્ટમાં એક મહિલાના મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો. ધડાકાને લીધે ધુમાડો ફેલાઈ જતાં ગભરાઈ ગયેલી મહિલાઓ દરવાજા પાસે દોડી આવી હતી. એ પછી ગાર્ડે ઘટનાની જાણ રેલવે પોલીસને કરતાં રેલવે પોલીસ તરત જ ફાયર-એક્સ્ટિંગ્વિશર લઈ આવી હતી અને આગને બુઝાવી દીધી હતી. જોકે આ ઘટનાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સંદર્ભે પોલીસે કહ્યું હતું કે ‘જે મહિલાના મોબાઇલમાં બ્લાસ્ટ થયો હતો તે કોણ છે એની માહિતી મળી નથી. બૅટરીની કોઈ ખામી અથવા અન્ય કોઈ ઇશ્યુ થયો હોવો જોઈએ.’

