ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી આવતા મહિનાથી શરૂ થશે એમ જણાવતાં પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘અમે સમગ્ર રાજ્યમાં MSRTCનાં ૧૦૦ સ્થળોએ EV ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવાની યોજના બનાવી છે.
એસટી ડેપો પર ચાર્જિંગ સુવિધા
રાજ્ય સરકાર સમગ્ર રાજ્યમાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC)નાં ડેપો અને બસ-સ્ટૅન્ડ ખાતે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવાની યોજના સાથે આગળ વધશે અને એની શરૂઆત આવતા મહિનાથી થશે.
મહારાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે MSRTCનાં તમામ ડેપો અને બસ-સ્ટૅન્ડ ખાતે EV ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવાનો નિર્ણય લીધો છે. અમે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC), મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA) તેમ જ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) અને મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશન (MBMC) જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા સંચાલિત ફ્લાયઓવર નીચે પણ ચાર્જિંગ-સ્ટેશનો સ્થાપવાનો નિર્ણય કર્યો છે. હાલમાં એ માટે સર્વે ચાલી રહ્યો છે.’
ADVERTISEMENT
ચાર્જિંગ સ્ટેશન સ્થાપવાની કામગીરી આવતા મહિનાથી શરૂ થશે એમ જણાવતાં પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘અમે સમગ્ર રાજ્યમાં MSRTCનાં ૧૦૦ સ્થળોએ EV ચાર્જિંગ સ્ટેશનો ઊભાં કરવાની યોજના બનાવી છે. એનો લાભ માત્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસોને જ નહીં, સામાન્ય જનતાને પણ મળશે.’
મહારાષ્ટ્ર સરકાર પોતાની ઇલેક્ટ્રિક વ્હીકલ પૉલિસીને ઝડપથી આગળ ધપાવી રહી છે ત્યારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પૉલિસી હેઠળ રાજ્યએ ૨૦૪૭ સુધીમાં મોટા ભાગનાં વાહનોને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફ વાળવાનું લક્ષ્ય રાખ્યું છે.
