Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની કનેક્ટિવિટીને પ્રાથમિકતા

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની કનેક્ટિવિટીને પ્રાથમિકતા

Published : 07 March, 2026 01:31 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પનવેલ-કર્જત ઉપનગરીય રેલ કૉરિડોર ટૂંક સમયમાં પૂર્ણ થશે; અન્ડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક મજબૂત બનાવવામાં આવશે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર સરકારે મુંબઈ અને મુંબઈ મેટ્રોપૉલિટન રીજન (MMR) પર ધ્યાન કેન્દ્રિત કરીને એક મહત્ત્વાકાંક્ષી ડેવલપમેન્ટલ રોડ-મૅપ રજૂ કર્યો છે. બજેટ રજૂ કરતાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રની ૭૦ ટકા વસ્તી ૨૦૪૭ સુધીમાં શહેરી વિસ્તારોમાં રહેવાનો અંદાજ છે જે રાજ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP)માં લગભગ ૮૦ ટકા યોગદાન આપશે. આ પરિવર્તન માટે સરકારે વિવિધ માળખાકીય સુવિધાઓનો પ્રસ્તાવ મૂક્યો છે.’

મુંબઈ અને MMR વચ્ચેની કનેક્ટિવિટી વધારવાની વાત કેન્દ્રમાં રહી હતી જેમાં મુંબઈ અને પુણેમાં અન્ડરગ્રાઉન્ડ ટનલનું નેટવર્ક અને ૨૩,૪૮૭ કરોડ રૂપિયાના ખર્ચે બનનારી ગેટવે ઑફ ઇન્ડિયા સુધીની નવી મેટ્રોલાઇનનો સમાવેશ છે.



પનવેલ-કર્જત ઉપનગરીય રેલ કૉરિડોર ટૂંક સમયમાં પૂર્ણ થશે


પનવેલ-કર્જત સબર્બન-લોકલ રેલ કૉરિડોર અંતર્ગત નવી મુંબઈ-રાયગડ કનેક્ટિવિટી વધારવા ૨૯.૬ કિલોમીટરનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ૨૭૮૨ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે શરૂ થયેલો આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં પૂર્ણ થશે અને કૉરિડોર ટૂંક સમયમાં જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

અન્ડરગ્રાઉન્ડ ટનલ નેટવર્ક મજબૂત બનાવવામાં આવશે


ઑરેન્જ ગેટ, ઈસ્ટર્ન ફ્રીવે અને મરીન ડ્રાઇવ વચ્ચે અન્ડરગ્રાઉન્ડ ટનલ માટે લૉન્ચિંગ શાફ્ટનું કન્સ્ટ્રક્શન પૂરું થઈ ગયું છે.

મુંબઈના ઈસ્ટ અને વેસ્ટ સબર્બ્સને જોડતી ગોરેગામ-મુલુંડ અન્ડરગ્રાઉન્ડ ટનલના પ્રથમ તબક્કાનું કામ અંતિમ તબક્કામાં છે, જ્યારે થાણે-બોરીવલી અન્ડરગ્રાઉન્ડ ટનલ ૨૦૨૮ના જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે.

ઇન્ટિગ્રેટેડ અન્ડરગ્રાઉન્ડ પ્રોજેક્ટ હેઠળ બાંદરા-વરલી સી-લિન્કને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ખાતે બુલેટ ટ્રેન સ્ટેશન સાથે જોડવામાં આવશે જ્યાંથી એ મુંબઈ ઍરપોર્ટ સાથે જોડવામાં આવશે.

મીરા-ભાઈંદરમાં લગભગ ૬ કિલોમીટર લાંબી અન્ડરગ્રાઉન્ડ ટનલ અને ૯ કિલોમીટર લાંબા એલિવેટેડ રોડ બનાવવાનો પ્રસ્તાવ પણ છે.

MMRની કનેક્ટિવિટી વધારતા મેટ્રો પ્રોજેક્ટની જાહેરાતો

૨૦૪૭ સુધીમાં પ્રવાસીઓ અને માલ પરિવહન માટે કનેક્ટિવિટી નેટવર્ક ઊભું કરવા ૧૨૦૦ કિલોમીટર મેટ્રોલાઇન અને ૬૦૦૦ કિલોમીટરથી વધુ અંતરના એક્સપ્રેસવે વિકસાવવાની યોજના છે.

મુંબઈ, પુણે અને નાગપુરમાં ૪૯૦ કિલોમીટર મેટ્રો નેટવર્કનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને એમાંથી ૧૭૩ કિલોમીટરનું મેટ્રો નેટવર્ક કાર્યરત છે.

આવતા વર્ષ સુધીમાં ૫૦ કિલોમીટરનો મેટ્રો રેલ રૂટ કાર્યરત થશે અને ૧૬૫ કિલોમીટર ૨૦૨૯ સુધીમાં પૂર્ણ થશે.

વડાલાથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી મેટ્રોલાઇન 11 પ્રસ્તાવિત છે. ૨૩,૪૮૭ કરોડ રૂપિયાના ખર્ચે બનનારા સંપૂર્ણ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો પ્રોજેક્ટને ધારાવીથી બાંદરા ટર્મિનસ સુધી લંબાવવાની યોજના છે.

૫૫૭૫ કરોડ રૂપિયાના ખર્ચે તળોજાથી ખાંદેશ્વર સુધી નવી મુંબઈ મેટ્રો 2 ત્રણ પોર્ટેશન સુધારશે.

અટલ સેતુ અને કોસ્ટલ રોડ સહિત રોડ-કનેક્ટિવિટીના આ પ્રોજેક્ટ્સ વહેલી તકે પૂરા થશે

અટલ સેતુથી મુંબઈ-પુણે એક્સપ્રેસવે સુધીનો એલિવેટેડ રોડ ૧૧૦૨ કરોડ રૂપિયાના ખર્ચે ફેબ્રુઆરી ૨૦૨૭ સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.

અટલ સેતુ, કોસ્ટલ રોડ અને બાંદરા-વરલી સી-લિન્ક વચ્ચે સિગ્નલ-ફ્રી ટ્રાફિક માટે શિવડી-વરલી એલિવેટેડ રોડનું કામ ચાલી રહ્યું છે જે ૨૦૨૬ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે.

થાણેથી નવી મુંબઈ ઍરપોર્ટ સુધી એલિવેટેડ રોડ બનાવવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે.

કલ્યાણથી લાતુર સુધી ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે પ્રસ્તાવિત છે.

૨૦૨૮ સુધીમાં સાઉથ મુંબઈને ચેમ્બુરના છેડાનગર અને થાણેના આનંદનગર થઈને સમૃદ્ધિ એક્સપ્રેસવે સાથે જોડવામાં આવશે.

૨૦૨૮ સુધીમાં બાંદરા-વર્સોવા કોસ્ટલ લિન્ક ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

ટ્રાફિક જૅમને દૂર કરવા મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભૂગર્ભ ટનલ બનાવવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

07 March, 2026 01:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK