મૉરિસ સામે રેપનો કેસ હોવાનું અભિષેકે કથિત રીતે યુએસ એમ્બેસીને જણાવ્યું હોવાથી વિઝા ન મળતાં તે જબરદસ્ત ફ્રસ્ટ્રેટ થઈ ગયો હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું
અભિષેક ઘોસાળકર અને મૉરિસ
શિવસેનાના નેતા અને ભૂતપૂર્વ નગરસેવક અભિષેક ઘોસાળકરની દહિસર-વેસ્ટની આઇ. સી. કૉલોનીમાં આઠમી ફેબ્રુઆરીએ થયેલી હત્યાના કેસની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે કહ્યું છે કે આ ઘટના બની ત્યારે ત્યાં હાજર મૉરિસના પીએ મેહુલ પારેખ અને રોહિત સાહુની આ હત્યાકાંડમાં કોઈ સંડોવણી છે કે નહીં એ બાબતે અમે હવે તપાસ કરી રહ્યા છીએ.