Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કોણ કોની સામે કાર્યવાહી કરશે? દરેક પક્ષનાં હોર્ડિંગ્સ તો લાગેલાં છે

કોણ કોની સામે કાર્યવાહી કરશે? દરેક પક્ષનાં હોર્ડિંગ્સ તો લાગેલાં છે

Published : 04 April, 2026 11:55 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આવી ટિપ્પણી કરીને બૉમ્બે હાઈ કોર્ટે કહ્યું કે વર્ષોથી અદાલતના આદેશની અવગણના કરીને વિધાનસભ્યના જન્મદિવસે શહેરને હોર્ડિંગ્સથી ભરી દેવામાં આવે છે, હવે આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી કરવાનો સંકેત

પ્રતિષ્ઠિત વિસ્તારો ગેરકાયદે હોર્ડિંગ્સથી ભરાઈ ગયા છે

પ્રતિષ્ઠિત વિસ્તારો ગેરકાયદે હોર્ડિંગ્સથી ભરાઈ ગયા છે


બૉમ્બે હાઈ કોર્ટે શહેરમાં ગેરકાયદે હોર્ડિંગ્સની વકરી રહેલી સમસ્યા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરીને રાજકીય પક્ષોની આકરી ઝાટકણી કાઢી છે. ગુરુવારે સુનાવણી દરમ્યાન કોર્ટે ટિપ્પણી કરી હતી કે ‘તમે જ્યાં જાઓ ત્યાં માત્ર રાજકીય હોર્ડિંગ્સ જ દેખાય છે. વર્ષો વીતી ગયાં હોવા છતાં હોર્ડિંગ્સની સ્થિતિ જૈસી કી તૈસી જેવી છે.’

કોર્ટે આ મામલે અદાલતના આદેશોનું ઉલ્લંઘન કરનારાઓ સામે હવે કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની કાર્યવાહી કરવાનો સંકેત પણ આપ્યો છે.



ન્યાયાધીશ રવીન્દ્ર ઘુઘેની ખંડપીઠ સમક્ષ ફુટપાથ અને જાહેર રસ્તાઓ પર લાગેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ વિરુદ્ધ સુસ્વરાજ ફાઉન્ડેશન દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરવામાં આવી હતી.


સુનાવણી દરમ્યાન બેન્ચે વેધક સવાલ કર્યો હતો કે ‘જ્યારે તમામ રાજકીય પક્ષોનાં હોર્ડિંગ્સ લાગેલાં હોય ત્યારે કોણ કોની વિરુદ્ધ કાર્યવાહી કરશે?’

કોર્ટે નોંધ્યું હતું કે મરીન ડ્રાઇવ અને કામા રોડ જેવા પ્રતિષ્ઠિત વિસ્તારો પણ ગેરકાયદે હોર્ડિંગ્સથી ભરાઈ ગયા છે અને દરેક વિધાનસભ્યના જન્મદિવસે શહેરને હોર્ડિંગ્સથી ભરી દેવામાં આવે છે.
હાઈ કોર્ટે નિરાશા વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘આ મામલો વર્ષોથી અદાલતમાં ચાલી રહ્યો છે અને હવે અમે પણ થાકી ગયા છીએ. આ હોર્ડિંગ્સ જાહેર સ્થળોની સુંદરતા બગાડે છે.’


કોર્ટે અરજદારના વકીલને શહેરના વિવિધ વિસ્તારોમાં લાગેલાં ગેરકાયદે હોર્ડિંગ્સ અને બૅનરોની તાજી તસવીરો રજૂ કરવા આદેશ આપ્યો છે. આ પુરાવાઓના આધારે અદાલતના આદેશની અવગણના કરનારાઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવશે.

હાઈ કોર્ટે હવે આ મામલે વધુ કડક વલણ અપનાવ્યું છે અને કેસની આગામી સુનાવણી ૧૭ એપ્રિલે રાખી કરી છે.

Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 11:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK