Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં VIP બનવાના અભરખા ધરાવતા લોકો સામે પોલીસની લાલ આંખ

મુંબઈમાં VIP બનવાના અભરખા ધરાવતા લોકો સામે પોલીસની લાલ આંખ

Published : 04 April, 2026 12:06 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટ્રાફિક-પોલીસે ત્રણ સાયરન અને ૮૦ ડોમ લાઇટ જપ્ત કરી

તપાસ દરમ્યાન વાહનો પરથી લાલ, વાદળી અને પીળા રંગની ૮૦ ડોમ લાઇટ ઉતારી લેવામાં આવી હતી

તપાસ દરમ્યાન વાહનો પરથી લાલ, વાદળી અને પીળા રંગની ૮૦ ડોમ લાઇટ ઉતારી લેવામાં આવી હતી


પ્રાઇવેટ વાહનો પર ગેરકાયદે રીતે લાલ-પીળી લાઇટો મૂકીને અને સાયરન લગાવીને VIP હોવાનો દેખાવ કરતાં તત્ત્વો સામે મુંબઈની ટ્રાફિક-પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત પોલીસે વિવિધ વાહનોમાંથી ૮૦ ડોમ લાઇટ અને ૩ સાયરન જપ્ત કરી છે. ગુરુવારે પૂરી થયેલી આ કાર્યવાહીમાં ટ્રાફિક-પોલીસે કડક વલણ અપનાવતાં અનેક વાહનચાલકો સામે દંડાત્મક પગલાં ભર્યાં હતાં.

એક પોલીસ-અધિકારીના જણાવ્યા અનુસાર શહેરમાં ખાનગી અને ગેરકાયદે વાહનો પર ડોમ લાઇટ લગાવીને એને સરકારી કે VIP વાહન તરીકે ખપાવવાના કિસ્સા વધી રહ્યા હતા, જે વિશે પોલીસને સતત ફરિયાદો મળી રહી હતી. આ બાબતને ગંભીરતાથી લઈને સાઉથ સેન્ટ્રલ અને બાંદરા ડિવિઝનના ACPના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન વાહનો પરથી લાલ, વાદળી અને પીળા રંગની ૮૦ ડોમ લાઇટ ઉતારી લેવામાં આવી હતી.



ટ્રાફિક-પોલીસે સ્પષ્ટ કર્યું છે કે મોટર વ્હીકલ ઍક્ટ હેઠળ તમામ સંબંધિત વાહનચાલકો અને માલિકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગંભીર કિસ્સાઓમાં વાહનનું રજિસ્ટ્રેશન રદ કરવા માટે RTOને ભલામણ કરવામાં આવશે અને જરૂર જણાય તો ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે.


કોઈ પણ ગેરકાયદે ફ્લૅશિંગ લાઇટ, ડોમ લાઇટ કે સાયરનનો ઉપયોગ કરવો કાયદેસરનો ગુનો છે એમ પોલીસે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2026 12:06 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK