Bhiwandi Water Cut: ભિવંડીવાસીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. ભિવંડીના ઘણાખરા વિસ્તારોમાં ૨૩ માર્ચની સવારે નવ વાગ્યાથી ૨૪ માર્ચ સવારે નવ સુધી ૨૪ કલાકનો પાણીકાપ રહેવાનો છે.
પ્રતીકાત્મક તસવીર
ભિવંડીવાસીઓ માટે ખૂબ જ અગત્યના સમાચાર છે. ભિવંડીના ઘણાખરા વિસ્તારોમાં ૨૩ માર્ચની સવારે નવ વાગ્યાથી ૨૪ માર્ચ સવારે નવ સુધી ૨૪ કલાકનો પાણીકાપ (Bhiwandi Water Cut) રહેવાનો છે. ભિવંડી મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંદીપ પટણાવરે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશનને સહકાર આપવા અપીલ કરી છે. લોકોને આ સમય દરમિયાન હાલાકી ભોગવવી ન પડે એ માટે પહેલેથી જ પાણીનો પૂરતો સંગ્રહ કરવા અને પાણીનો બગાડ ન કરવા અપીલ કરવામાં આવી છે.
શા માટે વૉટર-કટ?
ADVERTISEMENT
ચોમાસા પહેલા સમારકામ હાથ ધરવામાં આવતું હોય છે, આ જ કામગીરીના ભાગરૂપે મહારાષ્ટ્ર સ્ટોમ વોટર ડિસ્ટ્રિબ્યુશન એન્ડ કંપની દ્વારા ૨૩મી માર્ચના રોજ સવારે નવ વાગ્યાથી ૨૪ કલાક માટે પાણીકાપ (Bhiwandi Water Cut) લાદવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન મમતા ટેન્ક, ચાવિન્દ્રા ગામ, પટેલ નગર અને બાલા કમ્પાઉન્ડ સહિતના ભિવંડીના ઘણા વિસ્તારોમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેવાનો છે. પાણીકાપ પછી પણ એક દિવસ પૂરતું પાણી નીચા દબાણ પર છોડવામાં આવશે એવી પણ સૂચના આપવામાં આવી છે.
કયા કયા એરિયામાં અસર થશે?
ફરિદાબાગ, બારક્યા કમ્પાઉન્ડ, સંગમપાડા, કચેરીપાડા, બ્રાહ્મણ અલી, કસાર અલી, ભાવેનગર અને કોમ્બડપાડા વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેવાનો છે, તે ઉપરાંત આદર્શ પાર્ક, અજય નગર, નજરાણા કમ્પાઉન્ડ, ગોકુલ નગર, ઈન્દિરા નગર, કલ્યાણ રોડ, થાનગે આલી, તીનબત્તી વિસ્તારોને પણ અસર થવાની છે. શિવાજી નગર સ્ટાફ ક્વાર્ટર, ખડ઼ક રોડ, ગુરુચરણ પાડા, અજમેર નગર, પટેલ કમ્પાઉન્ડ, શમા નગર, સાઈનાથ સોસાયટી, અંજુર ફાટામાં પણ પાણીનો પુરવઠો ખોરવાઈ જવાનો છે એવી માહિતી છે. દેવજી નગર, નરપોલી, વિઠ્ઠલ નગર, સોનીબાઈ કમ્પાઉન્ડ, ખાલિક કમ્પાઉન્ડ, ફૈઝાન કમ્પાઉન્ડ, મેહતા કમ્પાઉન્ડ અને રોશનબાગ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેવાનો છે. દેવનગર ટાવર્સ કમ્પાઉન્ડ, ભંડારી કમ્પાઉન્ડ, નારપોલી ગામ, I.G.M. પાણીની ટાંકી, નિઝામપુરા, ઇસ્લામપુરા, આમપાડા, અવચિત પાડાને પણ અસર થશે. મ્હાડા કોલોની, શાસ્ત્રી નગર, નેહરુ નગર, મિલ્લત નગર 1,2,3, નવી બસ્તી, કોંડાજીવાડી, ચવ્હાણ કોલોનીમાં પણપુરવઠો બંધ (Bhiwandi Water Cut) રહેવાનો છે. વેતાલપાડા, બાલા કમ્પાઉન્ડ, ખાંડુપાડા, અંસાર મોહલ્લા, ડોલારે પેટ્રોલ પંપ, ખોકા કમ્પાઉન્ડ, કામતઘર, અંજુર ફાટા વિસ્તારોમાં પણ ચોવીસ કલાક પાણીકાપ વેઠવો પડશે.
Bhiwandi Water Cut: જૂનું તાડાલી, નવું તાડાલી, ભાગ્ય નગર, હનુમાન નગર, જય અંબે સોસાયટી, કમલા હોટેલ કોમ્પ્લેક્સ, શ્રીરંગ સોસાયટી, ગણેશ સિનેમામાં પુરવઠો ખોરવાઈ જશે. નવજીવન કોલોની, સમદ નગર, કનેરી, ન્યૂ કનેરી, ગૌરી પાડા, પદ્યાનગર, અશોક નગર, ઘુંઘટ નગરમાં પણ પાણી પુરવઠાને અસર થવાની છે. આ સાથે કોટર ગેટ, બરફ ગલી, કાપ આલી, ઉર્દૂ રોડ, કુરેશી નગર, લાહોટી કમ્પાઉન્ડ, ભદવડ, ટેમઘર વિસ્તારોમાં પણ પાણી પુરવઠો સંપૂર્ણપણે પ્રભાવિત થશે.
