Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > લગ્નના ૧૦ વર્ષ પછી આ ટીવી અભિનેત્રીના ઘરે બંધાશે પારણું, શૅર કરી બેબી બમ્પની તસવીરો

લગ્નના ૧૦ વર્ષ પછી આ ટીવી અભિનેત્રીના ઘરે બંધાશે પારણું, શૅર કરી બેબી બમ્પની તસવીરો

Published : 19 March, 2026 01:34 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Divyanka Tripathi-Vivek Dahiya announces pregnancy: ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠીએ ફેન્સને આપ્યા ગુડ ન્યુઝ; પતિ વિવેક દહિયા સાથે શૅર કરી બેબી બમ્પની તસવીરો; લગ્નના દસ વર્ષ પછી દિવ્યંકા અને વિવેક બનશે માતા – પિતા

DiVekના ઘરે જુન મહિનામાં થશે બાળકનો જન્મ

DiVekના ઘરે જુન મહિનામાં થશે બાળકનો જન્મ


આજે ગુડી પડવા (Gudi Padwa 2026)ના અવસરે ટીવી અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી (Divyanka Tripathi)એ ફેન્સને ગુડ ન્યુઝ આપ્યા છે. દિવ્યાંકા ત્રિપાઠીએ તેના ચાહકો સાથે એક મોટી ખબર શૅર કરી છે. પતિ વિવેક દહિયા (Vivek Dahiya) સાથેના જોઇન્ટ ઇન્સ્ટાગ્રામ (Instagram) પોસ્ટ પર પોતાની ગર્ભાવસ્થાની જાહેરાત કરી છે. છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા (Social Media) પર તેના માતા બનવાની અફવાઓ ફેલાઈ રહી હતી, પરંતુ હવે કપલે જાતે જ આ સમાચારની પુષ્ટિ કરી છે. બેબી બમ્પની કેટલીક તસવીરો કપલે શૅર કરી છે.

દિવ્યંકા-વિવેકે શૅર કર્યા ગુડ ન્યુઝ



દિવ્યંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર `લવ અપગ્રેડેડ` પોસ્ટ સાથે તેમની પહેલી ગર્ભાવસ્થાની જાહેરાત (Divyanka Tripathi-Vivek Dahiya announces pregnancy) કરી છે, જેમાં તેમણે બેબી બમ્પના સુંદર ફોટા પોસ્ટ કર્યા છે. લગ્નના દસ વર્ષ પછી કપલના જીવનમાં `પ્લોટ ટ્વિસ્ટ` આવ્યો છે.


અભિનેત્રી દિવ્યંકા ત્રિપાઠી અને તેના પતિ વિવેક દહિયાએ જોઇન્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં તસવીરો શૅર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ‘કેટલીક મુસાફરી ઉતાવળ વિશે નથી હોતી. તે તૈયાર થવા વિશે હોય છે – સાથે. અને જ્યારે તમને લાગે છે કે તમારી વાર્તા પૂરી થઈ ગઈ છે... જીવન સૌથી સુંદર પ્રકરણ ઉમેરે છે. હજી પણ તેમાં ડૂબી જાય છે... હજી પણ કોઈ કારણ વગર હસતા રહે છે... કૃતજ્ઞતાથી ભરેલા હૃદય સાથે - અમે એક્સપેક્ટ કરી રહ્યાં છીએ.’

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Divyanka Tripathi Dahiya (@divyankatripathidahiya)


દિવ્યંકા અને વિવેકે સોશિયલ મીડિયા પર ખુશખબર શેર કર્યા પછી તરત જ, તેમના સાથીદારો અને ઇન્ડસ્ટ્રીના મિત્રોએ તેમને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા છે.

છેલ્લા ઘણા સમયથી ઉડતી હતી અફવાઓ

છેલ્લા થોડાક દિવસોથી દિવ્યંકા ત્રિપાઠી ગર્ભવતી હોવાની ચર્ચાઓએ સોશ્યલ મીડિયા પર જોર પકડ્યું હતું. તાજેતરમાં વિકી લાલવાણી સાથેની વાતચીતમાં પોતાનો આનંદ વ્યક્ત કરતાં દિવ્યંકાએ કહ્યું, ‘અમારું બાળક જૂનના મધ્યમાં આવવાનું છે. વિવેક અને હું ઘણા સમયથી બાળક ઇચ્છતા હતા. અમે પ્રયાસ કર્યો, અને અમને આ ખુશી મળી છે. આ અમારા માટે ભગવાનના આશીર્વાદ છે.’

વધુમાં અભિનેત્રીએ કહ્યું કે, ‘અમારા માતાપિતા પણ આ સમાચારથી ખૂબ ખુશ છે. તેણીએ પહેલા તેના પતિ વિવેકને આ ખુશખબર જણાવી અને પછી તેમના માતાપિતાને જાણ કરી.’

છ મહિનાથી નથી નીકળી બહાર

દિવ્યંકાએ જણાવ્યું કે, ‘લગભગ છ મહિના સુધી આ સમાચાર છુપાવ્યા હતા, કારણ કે હું ભાગ્યે જ બહાર નીકળતી હતી. આ સમાચાર ત્યારે સામે આવ્યા જ્યારે વિવેકે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. ત્યાં લોકોએ તેને પૂછ્યું કે દિવ્યંકા ઘણા સમયથી જાહેરમાં કેમ દેખાતી નથી. અને મને લાગે છે કે ત્યાંથી જ લોકોએ અટકળો શરૂ કરી, અને પછી સમાચાર ફેલાઈ ગયા.’

લગ્નના ૧૦ વર્ષ પછી બનશે માતા-પિતા

`યે હૈ મોહબ્બતેં` (Yeh Hai Mohabbatein)ના સેટ પર મળ્યા બાદ દિવ્યંકા ત્રિપાઠી અને વિવેક દહિયા વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. પછી ૮ જુલાઈ, ૨૦૧૬ના રોજ તેમણે લગ્ન કર્યા હતા. હવે લગ્નના ૧૦ વર્ષ પછી કપલ પેરેન્ટ્સ બનવા જઈ રહ્યાં છે. બાળકનો જન્મ જુનમાં થશે.

Whatsapp-channel Whatsapp-channel

19 March, 2026 01:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK