સિનિયર સિટિઝનોને આૅનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે ૧૭ વર્ષની તેજસ્વી મનોજે શીલ્ડ સિનિયર્સ નામની વેબસાઇટ બનાવી
૧૭ વર્ષની ભારતીય મૂળની તેજસ્વી મનોજ
૧૭ વર્ષની ભારતીય મૂળની તેજસ્વી મનોજને ટાઇમ મૅગેઝિન દ્વારા ‘કિડ ઑફ ધ યર 2025’ તરીકે પસંદ કરવામાં આવી છે. તેણે વૃદ્ધોને ઑનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે ‘શીલ્ડ સિનિયર્સ’ નામની એક વેબસાઇટ વિકસાવી છે.
ટેક્સસમાં રહેતી તેજસ્વીનાં માતા-પિતા ભારતીય મૂળનાં છે. બન્ને સૉફ્ટવેર એન્જિનિયર છે. તેજસ્વીએ આઠમા ધોરણમાં કોડિંગ શરૂ કર્યું હતું. તેને કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રની સારી સમજ છે. આ ઉપરાંત વેબ ડેવલપમેન્ટ અને ડેટા સાયન્સમાં પણ તે અનુભવ ધરાવે છે.
ADVERTISEMENT
તેજસ્વીએ શીલ્ડ સિનિયર્સ નામની વેબસાઇટ બનાવી છે જે ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ઑનલાઇન છેતરપિંડી સામે સુરક્ષા પૂરી પાડે છે. આ વેબસાઇટ શંકાસ્પદ ઈ-મેઇલ્સ અને સંદેશાઓ તપાસે છે અને જો એ નકલી હોય તો તે એની જાણ કરવા માટે એક લિન્ક આપે છે. હાલમાં આ વેબસાઇટ ખાનગી રીતે ઉપલબ્ધ છે, કારણ કે એને વધુ સુધારવા માટે પૈસા એકઠા કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધોમાં ડિજિટલ સાક્ષરતા વધારવા માટે ટાઇમ મૅગેઝિને તેને આ સન્માન આપ્યું છે.
