પ્રીતિ ઝિન્ટાએ ચાહકો સાથેની વાતચીતમાં કહ્યું કે જો કોઈ ફૅન સારી રીતે પરવાનગી માગે તો હું ક્યારેય ફોટો પાડવાની ના નથી પાડતી
જયા પ્રદાએ ભાવપૂર્વક ખાટુ શ્યામ મંદિરમાં કર્યાં દર્શન
ભૂતપૂર્વ સંસદસભ્ય અને ઍક્ટ્રેસ જયા પ્રદાએ સોમવારે રાજસ્થાનના સીકરમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ ખાટુ શ્યામ મંદિરની મુલાકાત લીધી હતી. તેની આ મુલાકાત અત્યંત શ્રદ્ધાપૂર્ણ રહી હતી. અહીં તેણે સામાન્ય શ્રદ્ધાળુઓની જેમ લાઇનમાં ઊભા રહીને દર્શન કર્યાં હતાં. જયા પ્રદાએ આ સમયે મંદિર પરિસરમાં સિંદૂરથી સ્વસ્તિકનું ચિહ્ન પણ બનાવ્યું હતું. જયા પ્રદાએ આ દર્શનનો વિડિયો શૅર કરતાં લખ્યું કે તેને શ્યામ બાબાના દરબારમાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે.
