Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > સાળંગપુર હનુમાન મંદિર બન્યું શ્રીકૃષ્ણમય

સાળંગપુર હનુમાન મંદિર બન્યું શ્રીકૃષ્ણમય

Published : 05 September, 2026 12:16 PM | IST | Sarangpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મંદિરમાં કરવામાં આવ્યો ગોકુળ થીમ પર શણગાર : મટકીફોડ સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા ઃ હેરતઅંગેજ કરતબ કર્યા યુવાનોએ

સાળંગપુર હનુમાન મંદિર બન્યું શ્રીકૃષ્ણમય

સાળંગપુર હનુમાન મંદિર બન્યું શ્રીકૃષ્ણમય


ગુજરાતમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મદિરમાં જન્માષ્ટમીનું પર્વ રંગેચંગે ઊજવાયું હતું. જન્માષ્ટમી પર્વને લઈને હનુમાનજી મંદિરમાં યોજાયેલા કાર્યક્રમોના કારણે સાળંગપુર હનુમાન મંદિર શ્રીકૃષ્ણમય બન્યું હતું. મંદિર-પરિસરમાં રંગેચંગે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થઈ હતી. હનુમાનદાદાના મંદિરમાં ગોકુળ થીમનો શણગાર કરાયો હતો. હનુમાનજીના વાઘા પર ભગવાન શ્રીકૃષ્ણના બાળસ્વરૂપની છબી, માખણની મટકી, વાંસળી દોર્યાં હતાં. આ ઉપરાંત મોરપીંછ સાથેનો સાફો પહેરાવ્યો હતો. આ ઉપરાંત કેકનો અન્નકૂટ ધરાવાયો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાનજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મંદિર-પરિસરમાં મટકીફોડનો કાર્યક્રમ યોજાયો હતો જે જોવા માટે માનવમેદની ઊમટી હતી. આ પ્રસંગે યુવાનોએ હેરતઅંગેજ કરતબો કરીને લોકોને દંગ કરી દીધા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમને લોકોએ માણ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 12:16 PM IST | Sarangpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK