Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની અમૃતવાણીનું રસપાન : પર્યુષણ મહાપર્વ ૨૦૨૬

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની અમૃતવાણીનું રસપાન : પર્યુષણ મહાપર્વ ૨૦૨૬

Published : 05 September, 2026 08:43 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

NSCI ડોમ ખાતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પર્યુષણ મહાપર્વની ઉજવણીઓ, તેઓશ્રીની ગર્જનાથી પાપ કંપે છે અને વાત્સલ્ય સુધાથી આત્મા ખીલે છે! 

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની અમૃતવાણીનું રસપાન : પર્યુષણ મહાપર્વ ૨૦૨૬

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની અમૃતવાણીનું રસપાન : પર્યુષણ મહાપર્વ ૨૦૨૬


કેટલીક વાણી કાન સુધી પહોંચે છે, કેટલીક વાણી હૃદયમાં ઊતરે છે પણ કેટલીક વાણી એવી હોય છે જે આત્માને ઢંઢોળે છે - અને પછી જીવન બદલાઈ જાય છે.
મુંબઈને ફરી એક વાર આવી અપૂર્વ વાણીનું સાંનિધ્ય પ્રાપ્ત થશે. શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર (SRMD) દ્વારા NSCI ડોમ વરલી ખાતે તા. ૮થી ૧૫ સપ્ટેમ્બર દરમ્યાન પર્યુષણ મહાપર્વ ૨૦૨૬ના ભવ્ય આયોજનમાં! મહોત્સવનું કેન્દ્રબિંદુ એવા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનાં પરમ કલ્યાણકારી પ્રવચનોનો મહાનાદ દેશ-વિદેશમાંથી ઊમટનારા હજારો ભાવિકોનાં હૃદય અને આત્માને  ઝંકૃત કરશે! 
પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની વાણીની વિશેષતા એ છે કે તે એકસાથે બે કાર્ય કરે છે. જ્યારે તે અજ્ઞાન, પ્રમાદ અને વિકારોનાં પડળોને ચીરવા નીકળે છે ત્યારે અે ગર્જના બની જાય છે અને જ્યારે એ જ વાણી જીવનની જટિલતાથી થાકેલા અંતરને સાંત્વના આપવા વળે છે ત્યારે અે સુધાની સરિતા બની વહે છે જેના સ્પર્શ માત્રથી આત્મા ખીલી ઊઠે છે. 
જેમણે અગાઉનાં વર્ષોમાં આ લાભ લીધો છે તેમાંના શ્રોતાઓ કહે છે કે આ વાણી માત્ર સાંભળવાનો વિષય નથી, અનુભવવાનો વિષય છે. તો બીજા શ્રોતા કહે છે કે પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની વાણીમાં રહેલો પ્રેમ અને પ્રેરણા અવિસ્મરણીય છે અેમાં મને આખા વર્ષનું ભાથું મળી ગયું છે. 
પર્યુષણ દરમ્યાન NSCI પરિસરમાં સવારે જિનપૂજા અને સાંજે આરતી માટે સુંદર જિનમંદિરની વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, પ્રભાતથી રાત્રિ સુધી - પૂજા, પ્રવચન, ધ્યાન, ભક્તિ અને આત્મચિંતનનો અખંડ પ્રવાહ ભાવિકોને પ્રાપ્ત થશે.
સવારે મોક્ષનું દ્વાર, સાંજે અંતર્મુખતાની યાત્રા
આ વર્ષે સવારનાં સત્રો સવારે ૮થી ૧૦ યોજાશે જેમાં મંગલમય સ્નાત્રપૂજા બાદ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીના આત્મરસી બનારસીદાસજી રચિત ‘નાટક સમયસાર’ના ‘મોક્ષ દ્વાર’ પર આધારિત પ્રવચનો અને સાંજનાં સત્રો સાંજે ૮થી ૧૦ યોજાશે જેમાં શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના પત્રાંક ૮૧૬ પર આધારિત ‘સર્વદુઃખક્ષય અંતર્મુખતાથી’ વિષય પર પ્રવચનોની રસધાર શ્રોતાઓને ભીંજાવશે. દુઃખના મૂળને બહાર નહીં, ભીતર શોધી શાશ્વત સુખ પામવાની કળા શીખવતી આ યાત્રા મહાપર્વનું હૃદય બની રહેશે.
સંવત્સરી : ક્ષમાનો મહોત્સવ
‘ક્ષમા આપીને તમે ભૂતકાળને બદલી શકતા નથી, પરંતુ શ્રેષ્ઠ ભવિષ્યના નિર્માણ માટે વર્તમાનને નવું રૂપ ચોક્કસ આપી શકો છો.’ - પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી
મહાપર્વનો અંતિમ પડાવ ૧૫ સપ્ટેમ્બરે સંવત્સરીના દિવસે અનુભવાશે. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનું ક્ષમાના મહિમા પર આધારિત વિશેષ પ્રવચન સૌને અંતર અવલોકન માટે પ્રેરિત કરશે. ત્યાર બાદ યોજાનારી સામુહિક આલોચનામાં સાધકો પોતાના અંતઃકરણનો ભાર ઉતારી, સાચા હૃદયથી ક્ષમાપના કરીને જીવનમાં નવી શરૂઆતનો સંકલ્પ કરશે.
અપૂર્વ વાણીના આ મહાસાગરમાં ડૂબકી લગાડનાર કોઈની આધ્યાત્મિક યાત્રા શરૂઆત થશે તો કોઈની યાત્રાને વેગ મળશે. મુંબઈ જેવા સતત ધબકતા મહાનગરમાં ૮-૮ દિવસ સ્વયં સાથે રહેવાની આ અત્યંત મૂલ્યવાન તક છે. 

પર્યુષણની પ્રત્યેક સાંજને વિશેષ રીતે સજાવવામાં આવી છે



પર્યુષણની પ્રત્યેક સાંજને વિશેષ રીતે સજાવવામાં આવી છે
પ્રથમ દિવસ    ‘તિત્થયરા મે પસીયંતુ’ : યુવા ઊર્જા અને આધુનિક બીટ્સ સાથે સ્તવનો દ્વારા વિતરાગ પ્રભુની ભક્તિ  
બીજો દિવસ    ‘Sound Bath : Echoes of Purity’ : મુંબઈનો સૌથી મોટો Sound Bath Experienceનો જાહેર પ્રયોગ 
ત્રીજો દિવસ    ‘Global Youth Live : Ritual to Spiritual’ ) : યુવા સંવાદ (in English) 
ચોથો દિવસ    ‘રાજા શ્રેણિકની પરમ ભક્તિ’ : SRMD DivineTouchનાં બાળકો દ્વારા નાટ્યપ્રયોગ (in English)
પાંચમો દિવસ    ‘મંગલમય જન્મોત્સવ’ : ભગવાન મહાવીરના પાવન જન્મની ભક્તિભાવપૂર્ણ ઉજવણી
છઠ્ઠો દિવસ    ‘ગુરવે નમ’ : A Deep Meditative Experience
સાતમો દિવસ    શ્રી કુમાર ચેટરજી સંગે ભાવભરી ભક્તિસંધ્યા


વધુ માહિતી માટે મુલાકાત લો: www.srmd.org/paryushan


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 08:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK