Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નાગપુરમાં DJના મામલે BJPના નેતાઓ સામસામે

નાગપુરમાં DJના મામલે BJPના નેતાઓ સામસામે

Published : 05 September, 2026 09:28 AM | IST | Nagpur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે-પાટીલે સ્પષ્ટતા કરીને કહ્યું કે મલ્ટિલેયર DJ નહીં વગાડી શકાય, વગાડવું જ હોય તો ડેસિબલ લિમિટ જાળવીને વગાડો

પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા નાગપુરના પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલ.

પ્રેસ-કૉન્ફરન્સને સંબોધી રહેલા નાગપુરના પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલ.


પુણેમાં બહુ જ મોટા અવાજ સાથે ડિસ્ક જૉકી (DJ) દ્વારા મ્યુઝિક વગાડવામાં આવતું હોવાથી લોકોને એનાથી હાડમારી ઉઠાવવી પડે છે અને એ નૉઇસ-પૉલ્યુશન વધારે છે એટલે એના પર બંધી મૂકવામાં આવે એવી માગણી કરનાર ઍક્ટિવિસ્ટ વિદ્યાનંદ બાપટને એક મંડળના પદાધિકારીએ લાફો મારી દેતાં આ મુદ્દો હાલ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ડૅશિંગ પોલીસ-ઑફિસરની ઇમેજ ધરાવતા નાગપુરના પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે નાગપુરમાં પહેલી નવેમ્બર સુધી DJ પર બંધી મૂકી દેતાં મામલો વધુ ગરમાયો હતો. વળી DJના સમર્થનમાં અને DJના વિરોધમાં એમ બન્ને પક્ષો તરફથી આ મુદ્દે દલીલો કરવામાં આવી હતી. નાગપુરના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય સંદીપ જોશીએ પણ DJ પર બંધી મૂકવાની રજૂઆત કરી હતી. જોકે એ પછી BJPમાંથી જ વિરોધનો સૂર ઊઠ્યો હતો. પાર્ટીના સેન્ટ્રલ નાગપુરના વિધાનસભ્ય પ્રવીણ દટકેએ કહ્યું હતું કે ‘માત્ર હિન્દુઓના તહેવારો વખતે જ કેમ DJ પર બંધી મુકાય છે? પોલીસ આ સંદર્ભે કાઢેલું નોટિફિકેશન પાછું ખેંચે.’
આખરે નાગપુરના પોલીસ-કમિશનર વિશ્વાસ નાંગરે પાટીલે ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સ યોજીને સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘સાઉન્ડ સિસ્ટમમાંથી અવાજ આવશે એના પર બંધી નથી, પણ મલ્ટિલેયર સાઉન્ડ સિસ્ટમનો નોટિફિકેશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમાં બેઝ, મિડિયમ અને ટૉપ એમ ૩ લેયર હોય છે. એમાં જે બેઝ લેયર હોય છે એ કંપન ઉત્પન્ન કરે છે. એનાથી શરીરને નુકસાન થાય છે. ૬૦ દિવસ દરમ્યાન આવી મલ્ટિલેયર સાઉન્ડ સિસ્ટમ સામે કાર્યવાહી થશે. એ પછી આ નોટિકેશન નવેસરથી બનાવવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

05 September, 2026 09:28 AM IST | Nagpur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK