શાળાના આચાર્ય પાસે મોબાઇલ ફોન જમા કરાવવો પડશે : શિક્ષણપ્રધાને નિર્ણયને આવકાર્યો
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી સરકારી, સ્વનિર્ભર અને અનુદાનિત શાળાઓમાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન શિક્ષકોને અંગત કામ માટે મોબાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારીએ કરેલા આદેશ મુજબ શિક્ષકોએ તેમના મોબાઇલ શાળાના આચાર્ય પાસે જમા કરાવવાના રહેશે.
અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ પરિપત્ર દ્વારા જણાવ્યું છે કે દિન-પ્રતિદિન મોબાઇલ ફોનનો ઉપયોગ શિક્ષકો દ્વારા બિનજરૂરી ચૅટ્સ અને સોશ્યલ મીડિયામાં હરીફાઈ શૈક્ષણિક કાર્ય દરમ્યાન ન થાય એ ઇચ્છનીય છે. ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષકો દ્વારા અંગત કાર્ય માટે મોબાઇલનો ઉપયોગ શાળાના સમય દરમ્યાન થાય તો શૈક્ષણિક કાર્યને માઠી અસર થાય છે. શિક્ષકો તથા વિદ્યાર્થીઓ મોબાઇલનો ઉપયોગ શૈક્ષણિક ટેક્નૉલૉજીના ભાગ તરીકે ઉપયોગ કરવા સિવાય બિનજરૂરી ઉપયોગ ન કરે એ માટે સૂચિત કરવામાં આવે છે.
ADVERTISEMENT
ગુજરાતના શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરે જિલ્લા આ નિર્ણયને આવકાર્યો છે.