બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ અને ભારત કોકિંગ કોલ લિમિટેડના IPOને ૯૦-૯૦ લાખ અરજીઓ મળી હતી.
ઈશા અંબાણી અને આકાશ અંબાણી
જિયો પ્લૅટફૉર્મ્સ લિમિટેડના ૩૦,૨૧૩ કરોડ રૂપિયાના ઇનિશ્યલ પબ્લિક ઑફરિંગે (IPO) એક કરોડથી વધુ અરજીઓ સાથે એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કર્યો છે. એક કરોડથી વધુ અરજી મેળવનારો આ દુનિયાનો પહેલો IPO બની ગયો છે. આ ભારતીય રોકાણકારોના વધતા ઉત્સાહને દર્શાવે છે. આ સિદ્ધિ મુકેશ અંબાણીના વિઝન અને ધીરુભાઈ અંબાણીના વારસામાં એક વધુ મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. આ પહેલાં વારી એનર્જીઝના IPOને ૩ દિવસના બિડિંગ વખતે ૯૭ લાખ અરજીઓ મળી હતી. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ અને ભારત કોકિંગ કોલ લિમિટેડના IPOને ૯૦-૯૦ લાખ અરજીઓ મળી હતી.
આકાશ અને ઈશા અંબાણીને બર્થ-ડે ગિફ્ટ
ADVERTISEMENT
ગઈ કાલે ૨૩ ઑક્ટોબરે મુકેશ અંબાણીનાં ટ્વિન્સ આકાશ અંબાણી અને ઈશા અંબાણીનો જન્મદિવસ હતો અને ગઈ કાલે જિયો પ્લૅટફૉર્મ્સના IPOનો છેલ્લો દિવસ હતો. પરિણામે આ IPOને મળેલા જબરદસ્ત પ્રતિસાદને પગલે સોશ્યલ મીડિયામાં એવી ચર્ચા હતી કે જિયોનો ઐતિહાસિક IPO અને રોકાણકારોનો જબરદસ્ત પ્રતિસાદ આકાશ અને ઈશા અંબાણી માટે જન્મદિવસની ગિફ્ટ છે.
