61 વર્ષીય મહિલાની સારવાર કરવામાં આવી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. બીએફ. 7 ઑમિક્રૉનનો જ એક સબ વેરિએન્ટ છે.
Coronavirus
પ્રતીકાત્મક તસવીર
ચીનમાં આતંક મચાવતા કોવિડના નવા વેરિએન્ટ બીએફ.7 (BF.7 Variant)એ ગુજરાતમાં દેખા દીધી છે. વડોદરામાં અમેરિકાથી આવેલી એક મહિલામાં આ વેરિએન્ટના સંક્રમણની પુષ્ઠિ થઈ છે. મહિલા સુભાનપુરાની રહેવાસી છે. તપાસમાં કોવિડના નવા વેરિએન્ટનું સંક્રમણ મળ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ અલર્ટ પર છે. 61 વર્ષીય મહિલાની સારવાર કરવામાં આવી રહી છે. તેમના સંપર્કમાં આવેલા લોકોને આઇસોલેટ કરવામાં આવ્યા છે. બીએફ. 7 ઑમિક્રૉનનો જ એક સબ વેરિએન્ટ છે.
માહિતી પ્રમાણે સુભાનપુરામાં રહેનારા લતાબેન સુથાર અમેરિકાથી પાછાં આવ્યાં હતાં. જ્યારે તેમની તપાસ કરવામાં આવી અને કોવિડનો રિપૉર્ટ આવ્યો તો તેમનામાં કોરોનાના નવા વેરિએન્ટની પુષ્ઠિ થઈ છે. ત્યાર બાદ વડોદરાના તમામ ડિપાર્ટમેન્ટને અલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં બીએફ.7 (BF7 Variant) વેરિએન્ટનો આ પહેલો કેસ છે. વિશ્વમાં કોવિડના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તાજેતરના આંકડાઓ પ્રમાણે ફક્ત 7 દિવસમાં વિશ્વમાં 36 લાખ લોકો કોરોના પૉઝિટીવ મળ્યા છે. તેમાંથી 10 હજાર લોકોના મોતના રિપૉર્ટ સામે આવ્યા છે. કોવિડ સર્વાધિક કેસ ચીનમાં રિપૉર્ટ કરવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT
અમેરિકામાં પણ અલર્ટ
ચીનમાં વધતા કોરોના કેસ વચ્ચે અમેરિકાએ ચેતવણી જાહેર કરી છે. અમેરિકાએ ચિંતા વ્યક્ત કરી છે કે વાયરસ નવું સ્વરૂપ ધારણ કરી શકે છે. વિશ્વમાં કોવિડના કમબૅકથી ભારત પણ સતર્ક થઈ ગયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તમામ એજન્સીઓને અલર્ટ કરી દીધા છે. ઑફિશિયલ સૂત્રોના હવાલે બીએફ.7 વેરિએન્ટના ગુજરાતમાં બે અને ઓરિસ્સામાં એક કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચો : `ભીડમાં પહેરો માસ્ક`: કોરાનાથી ચીનની હાલત કફોડી થતા, સમીક્ષા બેઠક બાદ કેન્દ્ર
બન્ને કેસ જૂના- વડોદરા નગર નિગમ
વડોદરા નગર નિગમ પ્રમાણે, કોરોનાના BF.7 વેરિએન્ટના બન્ને કેસ જૂના છે. ચીનમાં જ્યારે આ વેરિએન્ટે હાહાકાર મચાવ્યો ત્યારે એક વડોદરાના જૂના કેસને લઈને સમાચાર વાયરલ થઈ રહ્યા હતા જ્યારે તે વિશે માહિતી આપવામાં આવી તો મીડિયાએ તાજેતરની ઘટના બનાવીને રિપૉર્ટ કરી. વડોદરા નગર નિગમના અધિકારી પ્રમાણે અમેરિકામાંથી આવેલી મહિલા સ્વસ્થ થઈ ચૂકી છે.