Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vadodara

લેખ

સલમાન ખાન (ફાઇલ તસવીર)

સલમાન ખાનને ધમકી આપનારો વડોદરાથી પકડાયો, પણ તેને આ કારણે છોડી દેવામાં આવ્યો

Salman Khan Death Threat: સલમાનને ધમકીભર્યો સંદેશ 13 એપ્રિલના રોજ સવારે લગભગ 6:30 વાગ્યે મોકલવામાં આવ્યો હતો. સંદેશની સામગ્રીના આધારે, વર્લી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 351(2) અને 351(3) હેઠળ FIR નોંધી હતી.

16 April, 2025 07:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નર્મદા પરિક્રમા માટે વીક-એન્ડમાં મોડી રાતથી જ ધાર્મિકજનોનો ધસારો થયો હતો.

નર્મદામૈયાની પરિક્રમા કરવા વીક-એન્ડમાં ઊમટ્યા લાખો લોકો

મધ્ય ગુજરાતમાં ચાલી રહેલી ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા દરમ્યાન વીક-એન્ડની રજામાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ પરિક્રમાર્થીઓ આવ્યા : વહીવટી તંત્રએ અપીલ કરવી પડી કે શનિવાર-રવિવાર કરતાં સપ્તાહના ચાલુ દિવસોમાં પરિક્રમા કરવા આવો

15 April, 2025 12:39 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
પોસ્ટર, પ્લૅકાર્ડ‍્સ અને બૅનરથી બનાવેલી ૪૦૧ મીટર લાંબી સાડીથી અંગદાન માટે અવેરનેસ

પોસ્ટર, પ્લૅકાર્ડ‍્સ અને બૅનરથી બનાવેલી ૪૦૧ મીટર લાંબી સાડીથી અંગદાન અવેરનેસ

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના સાંનિધ્યમાં સુરતની નવી સિવિલ હૉસ્પિટલ દ્વારા અંગદાનની જ્યોત ઘર-ઘર સુધી પ્રગટાવવા અને બ્રેઇન-ડેડના કિસ્સાઓમાં અચૂક અંગદાન થાય એ માટે સામૂહિક સંકલ્પ લેવાયા હતા. 

13 April, 2025 07:09 IST | Surat | Gujarati Mid-day Correspondent
સંજય ગરોડિયા

નમસ્તે દ્રવિડઃ પહેલાં નામે અને પછી સ્વાદે મને આફરીન કરી દીધો

સાઉથ ઇન્ડિયન વરાઇટીની બ્રૅન્ડ વડોદરામાં ડેવલપ થાય એ કેવું કહેવાય? પણ આવું બન્યું અને ‘નમસ્તે દ્રવિડ’એ વડોદરાથી શરૂઆત કરી છે

23 March, 2025 07:01 IST | Vadodara | Sanjay Goradia

ફોટા

બરફનો ગોળો ખાવો એ નાનપણની સૌથી વ્હાલી યાદગીરી છે - તસવીર પૂજા સાંગાણી

જ્યાફતઃ બરફના ગોળા હવે નવા રૂપમાં ટ્રેન્ડ થાય છે પણ ઓરિજનલની શાન બરકરાર

 આખા ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીએ લોકોને તોબા પોકારાવી છે. આ સિઝન એવી છે જ્યારે લોકો ઠંડક માટે જુદા જુદા પ્રકારના આઈસ ગોળા તરફ દોટ લગાવે છે. દિવસ આથમતા, ગુજરાતના અનેક શહેરની ચારેકોર ગોળાવાળાની લારી કે પૉપ્યુલર ગોળા સેન્ટરો પર લોકોની ભીડ એક સામાન્ય દ્રશ્ય બની ગયું છે. બરફના ગોળાનું નામ સાંભળતાં જ મારાં મનમાં નાનપણની યાદો તાજી થઈ જાય છે. બપોરના ચાર પાંચ વાગ્યાના સમયે ટન ટન ઘંટડી વાગતી અને ઠંડા ગાર ગોળાવાળા ભૈયાના આગમનથી દરેક જણ ખુશખુશાલ થઇ જતું. માત્ર બાળકો જ નહીં, દરેક વયના લોકો માટે આ દેશી પૉપ્સિકલ ખાસ આકર્ષણ બનતું. ગોળાની સામાન્ય દેખાતી લારી પણ એક અલગ આકર્ષણ હતું. જેમાં રંગબેરંગી સ્વાદોથી ભરેલી લાંબી બોટલોથી રહેતી, કંતાન ઢાકેલી બરફની લાદી રહેતી. ભૈયાજી ધારદાર ચપ્પાથી સારી એવી મહેનત કરી તોડી તેનું છીણ કરતા, બાદમાં ગ્લાસમાં બરફનું છીણ ભરી તેમાં લાકડી ખોસતા અને તે સારી રીતે બેસે પછી તૈયાર થતો બરફનો ગોળો.  ગ્રાહકની પસંદગી મુજબની ફ્લેવર સાથે તે પીરસવામાં આવતો. કાલા ખટ્ટા, ગુલાબ, કેરી, અનાનસ, નારંગી, ખસ, ફાલસા, રેઇનબો વગેરે જેવા વિવિધ સ્વાદમાં આવતા, ગોળાને ખૂબ આનંદ, અને સંતોષથી ચુસ્કી લઈ લઈને આપણે સૌ માણતા. આ આખી પ્રક્રિયાનો અનુભવ મને હંમેશા ઉનાળામાં એક મોજીલી મીઠી ઠંડક આપતો.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

11 April, 2025 01:45 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું સાયરસ રૂસ્તમ પલ્સેટિયાને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: મૅરથોનના લેજન્ડ તરીકે ઓળખાય છે વડોદરાના સાયરસ રૂસ્તમ પલસેટિયા

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. છેલ્લા કેટલાક સમયથી લોકો તેમની હેલ્થની કાળજી લેવા માટે વધુ જાગૃત બન્યા છે. આરોગ્યને સારું રાખવા લોકો યોગા, કસરત સાથે મૅરથોન જેવા બીજા અનેક સ્પોર્ટ્સ ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે પગલું ભરી રહ્યા છે. જોકે આ બધા વચ્ચે આપણી સાથે એક એવી વ્યક્તિ છે, જેમનું મૅરથોનમાં દોડવાનું પૅશન આટલું બધુ છે કે તેઓ મૅરથોનના લેજન્ડ તરીકે જાણીતા બન્યા છે. ગુજરાતના વડોદરામાં રહેતા સાયરસ રૂસ્તમ પલસેટિયાએ પોતાના આ પૅશન વિશે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ સાથે વાત કરી, અને મૅરથોનના લેજન્ડ ક્લબમાં સામેલ થવાનો તેમનો પ્રવાસ જણાવ્યો. તો ચાલો જાણીએ સાયરસ રૂસ્તમ પલસેટિયા કઈ રીતે બન્યા મુંબઈ મૅરથોન લેજન્ડ.

20 February, 2025 07:21 IST | Mumbai | Viren Chhaya
બાઇટ્સ બૉમ્બે સેન્ડવિચની લોકપ્રિયતા ઘણી છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી

જ્યાફતઃ જાણો વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલી બોમ્બે સેન્ડવીચનો ઈતિહાસ

આજના સમયમાં ખાણીપીણીની દુનિયા એટલી વિશાળ બની ગઈ છે કે વાનગીઓના મૂળ ક્યાંથી છે અને તે કેવી રીતે શરૂ થઈ હશે તે જાણવું મુશ્કેલ બની ગયું છે. અસલી અને નકલી વાનગીઓનો ભેદ એટલો વધી ગયો છે કે હવે લોકોને સાચું કે ખોટું શું છે તેનામાં રસ રહ્યો નથી. લોકો માટે એકમાત્ર સૂત્ર છે – જ્યાં વાનગી ભાવે ત્યાં આરોગવી અને મોજ કરવી. વડોદરા સંસ્કારી નગરી તરીકે પોતાની અનોખી વાનગીઓ માટે જાણીતી છે, જેમ કે લીલો ચેવડો, લીલા ટોપરાની ભાખરવડી અને સેવ ઉસળ સાથે પાવ જેવા નાસ્તાઓ. શહેરના લગભગ દરેક ખૂણે સેવ ઉસળની લારીઓ જોવા મળે છે, જ્યાં નાસ્તાના શોખીનોની ભીડ જામે છે.પણ 1990થી વડોદરાના આરસી દત્ત રોડ, અલકાપુરી વિસ્તારમાં આવેલી એક ખાસ ગલી, જે `બોમ્બે સેન્ડવિચ ગલી` તરીકે ઓળખાય છે, નાસ્તાના શોખીનો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે. શું તમે જાણો છો કે આ `બોમ્બે સેન્ડવીચ ગલી` નો સાચો ઇતિહાસ શું છે? કદાચ તમે ત્યાં ઘણી વખત નાસ્તો કે ભોજન કરવા ગયા પણ હશો. પરંતુ આ ગલીનો ઇતિહાસ એટલો રસપ્રદ છે જે હું તમને આ લેખના માધ્યમથી જણાવીશ. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)

31 January, 2025 08:18 IST | Vadodara | Gujarati Mid-day Online Correspondent
આજનાં વન્ડર વુમન છે હેમા ચૌહાણ (તસવીર ડિઝાઇન : કિશોર સોસા)

વન્ડર વુમન: સેવા અને સમર્પણ એ જ અમારા જીવનનો સંકલ્પ - હેમા ચૌહાણ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે હેમા ચૌહાણ (Hema Chauhan).

15 January, 2025 05:44 IST | Vadodara | Shilpa Bhanushali

વિડિઓઝ

વડોદરા અકસ્માત પીડિતાની બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી

વડોદરા અકસ્માત પીડિતાની બહેને આરોપીઓને ફાંસીની સજાની માંગ કરી

વડોદરાના કાર અકસ્માતમાં હેમાલી પટેલે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો, જ્યારે તેમના પતિની હાલત ગંભીર છે, વેન્ટિલેટર પર છે. હેમાલીની બહેન નીતિ પટેલે તેના દુઃખ અને ગુસ્સાને વ્યક્ત કરતાં આરોપી ડ્રાઇવરને મૃત્યુદંડ અથવા આજીવન કેદની સજાની માગણી કરી હતી. નીતિએ તેની બહેન માટે ન્યાયની વિનંતી કરીને તેના સાળાની સ્થિતિના હૃદયદ્રાવક સમાચાર પણ શેર કર્યા. વધુ માટે વિડિયો જુઓ.

20 March, 2025 09:30 IST | Vadodara
વડોદરા કાર અકસ્માતના આરોપીને અદાલતમાં સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે

વડોદરા કાર અકસ્માતના આરોપીને અદાલતમાં સમીક્ષા માટે મોકલવામાં આવ્યો છે

ગુજરાતના વડોદરામાં હોળીની રાત્રે બનેલા હિટ એન્ડ રન કેસના મુખ્ય આરોપીને સોમવારે પોલીસે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે રિમાન્ડ ન માંગ્યા હોવાથી કોર્ટે આરોપીને જેલમાં મોકલી દીધો હતો. ૧૩ માર્ચની રાત્રે થયેલા અકસ્માત બાદ રક્ષિત ચૌરસિયા વડોદરા પોલીસ કસ્ટડીમાં હતો. હવે, આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.

18 March, 2025 09:07 IST | Vadodara
વડોદરા કાર અકસ્માત: ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપીના નિવેદનને નકારી કાઢ્યું

વડોદરા કાર અકસ્માત: ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપીના નિવેદનને નકારી કાઢ્યું

વડોદરા ખાતે થયેલા દુ:ખદ કાર અકસ્માતના ભોગ બનનાર વિકાસ કેવલાણીએ આરોપી રક્ષિત ચૌરસિયા દ્વારા રજૂ કરાયેલા બચાવ પક્ષના દલીલને નકારી કાઢી છે. આ અકસ્માતમાં સાત લોકો ઘાયલ થયા હતા અને એક મહિલાનું મૃત્યુ થયું હતું. કેવલાણીએ ઘટનાથી પ્રભાવિત તમામ લોકો માટે ન્યાય મેળવવાનું વચન આપ્યું છે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ.

18 March, 2025 08:54 IST | Vadodara
વડોદરા કાર અકસ્માત: આરોપી ડ્રાઈવર કસ્ટડીમાં, પોલીસ કમિશનર નરસિંહ કોમરે કહ્યું

વડોદરા કાર અકસ્માત: આરોપી ડ્રાઈવર કસ્ટડીમાં, પોલીસ કમિશનર નરસિંહ કોમરે કહ્યું

કારેલીબાગના આમ્રપાલી શોપિંગ કોમ્પ્લેક્સ નજીક એક દુ:ખદ અકસ્માત થયો, જેમાં એક ફોર વ્હીલર અને ત્રણ ટુ વ્હીલરનો સમાવેશ થાય છે, જેમાં આઠ ઘાયલ થયા છે અને એકનું મોત થયું છે. વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કોમરે પુષ્ટિ કરી કે આરોપી ડ્રાઈવર રક્ષિત ચૌરસિયા કસ્ટડીમાં છે.

15 March, 2025 07:10 IST | Vadodara

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK