વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર કચ્છમાં આવેલા આશરે પાંચ હજાર વર્ષ જૂના નગર ધોળાવીરાને ડેવલપ કરવામાં આવશે અને કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ ત્યાં યોજાશે.
લાઇફમસાલા
ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિ
ભારતમાં હાલમાં વર્લ્ડ હેરિટેજ વીક ચાલી રહ્યું છે ત્યારે સમાચાર આવ્યા છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર કચ્છમાં આવેલા આશરે પાંચ હજાર વર્ષ જૂના નગર ધોળાવીરાને ડેવલપ કરવામાં આવશે અને કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ ત્યાં યોજાશે.
કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું નગરઆયોજનનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે અને ધોળાવીરામાં વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. ધોળાવીરાને સસ્ટેનેબલ ઍન્ડ રિસ્પૉન્સ ટૂરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવા માટે બે ભાગમાં કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રથમ ફેઝમાં કલ્ચર વિલેજ, ઍમ્ફીથિયેટર, ટેન્ટ સિટી, ટૂરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતનાં કામ હાથ ધરવામાં આવશે. આશરે રૂપિયા ૧૩૫ કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટરપ્લાન મુજબ લાઇટ ઍન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવામાં આવશે.
ADVERTISEMENT
કચ્છના લોકો જેને કોટડા એટલે કે મોટા કિલ્લા તરીકે ઓળખે છે એ ધોળાવીરાને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા શોધવામાં આવ્યું હતું. આ સાઇટ પર ઉત્ખનન કરવામાં આવતાં ટેરાકોટા, માટીકામ, માળા, સોના અને તાંબાનાં ઘરેણાં, માછલી પકડવાનો હુક, પ્રાણીઓની મૂર્તિ, ઓજારો, ભઠ્ઠીઓ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. હાલમાં વર્લ્ડ હેરિટેજ વીક ચાલી રહ્યું છે ત્યારે સમાચાર આવ્યા છે કે વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર કચ્છમાં આવેલા આશરે પાંચ હજાર વર્ષ જૂના નગર ધોળાવીરાને ડેવલપ કરવામાં આવશે અને કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો પણ ત્યાં યોજાશે.
કચ્છ જિલ્લામાં આવેલું ધોળાવીરા હડપ્પન સંસ્કૃતિનું નગરઆયોજનનું ઉત્તમ ઉદાહરણ છે. ભારત સરકાર દ્વારા સ્વદેશ દર્શન 2.0 અંતર્ગત ધોળાવીરાની સર્વગ્રાહી વિકાસ માટે પસંદગી કરવામાં આવી છે અને ધોળાવીરામાં વિવિધ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવામાં આવશે. ધોળાવીરાને સસ્ટેનેબલ ઍન્ડ રિસ્પૉન્સ ટૂરિસ્ટ સ્થળ તરીકે વિકસાવવા માટે બે ભાગમાં કામગીરી હાથ ધરવામાં આવશે. પ્રથમ ફેઝમાં કલ્ચર વિલેજ, ઍમ્ફીથિયેટર, ટેન્ટ સિટી, ટૂરિસ્ટ પ્લાઝા અને રસ્તાના વિકાસ સહિતનાં કામ હાથ ધરવામાં આવશે. આશરે રૂપિયા ૧૩૫ કરોડના ખર્ચે આકાર લેનારા પ્રથમ ફેઝના માસ્ટરપ્લાન મુજબ લાઇટ ઍન્ડ સાઉન્ડ શોમાં સમગ્ર કચ્છની સંસ્કૃતિ, કલા અને ઇતિહાસને આવરી લેવામાં આવશે.
કચ્છના લોકો જેને કોટડા એટલે કે મોટા કિલ્લા તરીકે ઓળખે છે એ ધોળાવીરાને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા શોધવામાં આવ્યું હતું. આ સાઇટ પર ઉત્ખનન કરવામાં આવતાં ટેરાકોટા, માટીકામ, માળા, સોના અને તાંબાનાં ઘરેણાં, માછલી પકડવાનો હુક, પ્રાણીઓની મૂર્તિ, ઓજારો, ભઠ્ઠીઓ સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી.