Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભાદરવી પૂનમ માટે રેલવે ચલાવશે મેળા સ્પેશ્યલ ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે

ભાદરવી પૂનમ માટે રેલવે ચલાવશે મેળા સ્પેશ્યલ ટ્રેન અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે

Published : 19 September, 2026 09:18 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનેથી ખેડબ્રહ્મા વચ્ચે આજથી અગામી ૧ ઑક્ટોબર સુધી રોજ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભાદરવી પૂનમના મેળામાં અગણિત યાત્રાળુઓ દર્શન કરવા માટે ઉત્તર ગુજરાતમાં આવેલા ખેડબ્રહ્મા અને અંબાજીમાં જતા હોવાથી મુસાફરોની સુવિધાને ધ્યામાં રાખીને પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા અમદાવાદથી ખેડબ્રહ્મા વચ્ચે મેળા સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવશે.

અમદાવાદના અસારવા રેલવે સ્ટેશનેથી ખેડબ્રહ્મા વચ્ચે આજથી અગામી ૧ ઑક્ટોબર સુધી રોજ ટ્રેનનું સંચાલન કરવામાં આવશે. આ ટ્રેન અનરિઝર્વ્ડ સ્પેશ્યલ ટ્રેન રહેશે. અસારવાથી આ ટ્રેન સવારે ૯.૩૫ વાગ્યે ઊપડશે અને બપોરે ૧૨.૧૦ વાગ્યે ખેડબ્રહ્મા પહોંચશે. આ રીતે ખેડબ્રહ્માથી આ ટ્રેન બપોરે ૩.૩૫ વાગ્યે ઊપડશે અને સાંજે ૬.૧૦ વાગ્યે અસારવા આવશે. આ ટ્રેન નરોડા, હિંમતનગર અને વડાલી સ્ટેશન પર ઊભી રહેશે. ટ્રેનમાં કુલ ૮ કોચ રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 09:18 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK