Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાલબાગચા રાજાને અઢી કરોડ રૂપિયા રોકડાનો ચડાવો, સોના-ચાંદીના દાગીના પણ ધર્યા ભક્તોએ

લાલબાગચા રાજાને અઢી કરોડ રૂપિયા રોકડાનો ચડાવો, સોના-ચાંદીના દાગીના પણ ધર્યા ભક્તોએ

Published : 19 September, 2026 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૯૯.૭૩ ગ્રામ સોનાની અને ૪૪૪૮ ગ્રામ ચાંદીના દાગીના અને કીમતી ​વસ્તુઓ લાલબાગચા રાજાને ભક્તોએ અર્પણ કરી હતી

લાલબાગચા રાજા

લાલબાગચા રાજા


રિદ્ધિ-સિદ્ધિના દાતા એવા દુંદાળા ગણેશની પૂજાઅચર્ના કરવામાં મુંબઈગરા પાછા નથી પડતા એમ દાન કરવામાં પણ પાછા નથી પડતા. લાલબાગચા રાજાનાં ચરણોમાં ગઈ કાલે ભક્તો દ્વારા રોકડ રકમ તથા સોના-ચાંદી પુષ્કળ પ્રમાણમાં દાન કરવામાં આવ્યાં હતાં. લાલબાગના રાજાની સ્ટેજ પરની દાનપેટીમાં ૩૨,૭૦,૦૦૦ રૂપિયાનું તથા દર્શન માટે લાઇનમાં રાખવામાં આવેલી પેટીમાં ૨૨,૬૦,૦૦૦ રૂપિયાનું દાન કરવામાં આવ્યું હતું. આમ કુલ ૫૫,૩૦,૦૦૦ રૂપિયાનું દાન ભાવિકોએ કર્યું હતું. ૯૯.૭૩ ગ્રામ સોનાની અને ૪૪૪૮ ગ્રામ ચાંદીના દાગીના અને કીમતી ​વસ્તુઓ લાલબાગચા રાજાને ભક્તોએ અર્પણ કરી હતી. અત્યાર સુધીમાં લાલબાગચા રાજાનાં ચરણોમાં ભાવિકોએ કુલ ૨,૪૫,૭૦,૦૦૦ રૂપિયાની રોકડ, ૭૪૭.૨૦ ગ્રામના સોનાના દાગીના અને ૧૬,૮૩૭ ગ્રામ ચાંદીના દાગીના અને ભેટ ચડાવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

19 September, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK