બાળક રોતું રહેતું હોવાથી તેમ જ કચકચ કરતું હોવાથી માતા શારીરિક અને માનસિક રીતે થાકી ગઈ હશે અને આ કૃત્યુ કરી નાખ્યું.
પોલીસે માતાની ધરપકડ કરી હતી અને ત્રણ મહિનાનું બાળક જેને માતાએ પાણીની ટાંકીમાં નાખી દીધું હતું.
અમદાવાદમાં એક માતા કુમાતા બની છે જેણે પોતાનું માત્ર ત્રણ મહિનાનું ફૂલ જેવું કુમળું બાળક રડતું હોવાથી નિર્દય બનીને ઘરમાં આવેલી પાણીની ટાંકીમાં નાખી દઈને તેને ડુબાડી દઈને મારી નાખ્યું હતું. પોલીસે આ હત્યારી માતાની ધરપકડ કરીને જુડિશ્યલ-કસ્ટડીમાં મોકલી આપી છે.
અમદાવાદના મેઘાણીનગર પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ડી. બી. બસિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંબિકાનગરમાં રહેતી કરિશ્મા બઘેલ નામની મહિલાએ તેનું ત્રણ મહિનાનું બાળક ખૂબ રડતું હોવાથી પાંચમી એપ્રિલે સવારે સાડાછ-સાત વાગ્યાની આસપાસ ઘરમાં આવેલી પાણીની ટાંકીમાં બાળકને નાખી દીધું હતું અને પોલીસ-સ્ટેશને આવીને ફરિયાદ નોંધાવી હતી કે મારું બાળક ખોવાઈ ગયું છે. પોલીસે તેના ઘરે તપાસ કરતાં ઘરની ટાંકીમાંથી બાળકની લાશ મળી આવી હતી જેથી માતાની પૂછપરછ કરતાં તેણે કબૂલ્યું હતું કે તેણે જ બાળકને પાણીની ટાંકીમાં નાખી દીધું હતું. પ્રેગ્નન્સી દરમ્યાન બહુ તકલીફ પડી હતી અને સિઝેરિયન કરવું પડ્યું હતું. બાળક રોતું રહેતું હોવાથી તેમ જ કચકચ કરતું હોવાથી માતા શારીરિક અને માનસિક રીતે થાકી ગઈ હશે અને આ કૃત્યુ કરી નાખ્યું.’


