Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સાયન્સ એન્ડ ટૅક્નોલૉજી > આર્ટિકલ્સ > ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવ્યું અદ્ભુત અપડેટ, હવે પ્રોફાઇલ બનશે વધુ આકર્ષક

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આવ્યું અદ્ભુત અપડેટ, હવે પ્રોફાઇલ બનશે વધુ આકર્ષક

Published : 28 April, 2023 08:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ખરેખર, મેટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અવતારમાં બોડી ટાઇપ, હેર કલર અને કપડા સંબંધિત કેટલાક અપડેટ્સ આપવા જઇ રહી છે

તસવીર સૌજન્ય: મેટા

તસવીર સૌજન્ય: મેટા


સોશિયલ મીડિયા એપ્સ પર ઘણા નવા ફીચર્સ આવી રહ્યા છે. ગયા વર્ષે, મેટા (Meta)ઇન્સ્ટાગ્રામ (Instagram) અને ફેસબુક (Facebook) માટે અવતાર નામનું ફીચર બહાર પાડ્યું હતું, જેની મદદથી લોકો પોતાનું કાર્ટૂન બનાવી શકે છે અને તેને શૅર પણ કરી શકે છે. પ્રોફાઈલ પિક્ચરની સાથે સામેની વ્યક્તિ તમને આ અવતારમાં પણ જોઈ શકે છે. આ પછી મેટાએ અવતાર સ્ટોર અને વોટ્સએપ પર પણ તેની જાહેરાત કરી હતી. યુઝર્સ પણ આ નવા ફીચરને ખૂબ પસંદ કરી રહ્યા છે. દરમિયાન, મેટા અવતારમાં કેટલાક એડઓન્સ કરવા જઈ રહી છે, જેના પછી તમારા અવતાર વધુ આકર્ષક અને સુંદર દેખાશે.


ખરેખર, મેટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અવતારમાં બોડી ટાઇપ, હેર કલર અને કપડા સંબંધિત કેટલાક અપડેટ્સ આપવા જઇ રહી છે. એટલે કે હવે યુઝર્સ તેમના અવતારને વધુ સારી રીતે કસ્ટમાઇઝ કરી શકશે. મેટાએ એક બ્લોગપોસ્ટમાં ખુલાસો કર્યો છે કે કંપનીએ PUMA સાથે ભાગીદારી કરી છે અને એપમાં કપડાંના કેટલાક નવા અપડેટ્સ આવી રહ્યા છે.



યુઝર્સને 7 અલગ-અલગ પ્રકારનાં કપડાં અપડેટ્સ જોવા મળશે. એ જ રીતે, બોડી ટાઇપ, હેર કલર અને આઇલેશ માટે ઘણા નવા ઑપ્શન પણ આપવામાં આવશે. કંપની દ્વારા નવા અપડેટ્સ બહાર પાડવામાં આવ્યા છે. ધીમે-ધીમે તમામ નવા ફીચર્સ લોકોને જોવા મળશે.


આ પણ વાંચો: WhatsApp હવે ચલાવી શકાશે એકસાથે ચાર મોબાઈલ પર, મેટા CEO માર્ક ઝકરબર્ગે આપી માહિતી

ટ્વિટરની જેમ, મેટાએ પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માટે પેઇડ સબ્સ્ક્રિપ્શન્સની જાહેરાત કરી છે. હાલમાં આ સેવા કેટલાક દેશોમાં શરૂ થઈ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર બ્લુ ટિક મેળવવા માટે વેબ યુઝર્સે 1,099 રૂપિયા ચૂકવવા પડશે. તો એન્ડ્રોઇએડ અને આઇઓએસ યુઝર્સે દર મહિને કંપનીને 1,499 રૂપિયા ચૂકવવા પડશે. મેટા પ્લેટફોર્મ પર પેમેન્ટ કર્યા બાદ યુઝરે પોતાનું આઈડી પણ સબમિટ કરવું પડશે, ત્યારબાદ જ તેમને બ્લુ ટિક મળશે.


Whatsapp-channel Whatsapp-channel

28 April, 2023 08:57 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK