Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બજારમાં મળતી ચૉકલેટ્સ બાળકો માટે કઈ રીતે ખરાબ છે એ સમજો

બજારમાં મળતી ચૉકલેટ્સ બાળકો માટે કઈ રીતે ખરાબ છે એ સમજો

Published : 04 February, 2026 02:45 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચૉકલેટ ખવડાવવામાં તમે બિન્દાસ બનો એ પહેલાં આ સમજવું જરૂરી છે કે બાળકને તમે કઈ ચૉકલેટ ખવડાવો છો!

પ્રતીકાત્મક તસવીર

ડૉક્ટર ડાયરી

પ્રતીકાત્મક તસવીર


ચૉકલેટનો મૂળ સ્રોત જેમાંથી ચૉકલેટ બને છે એ છે કોકો. કોકોનાં બીજને પીસીને કોકો પાઉડર બનાવવામાં આવે છે અને એ પાઉડરમાંથી બને છે ચૉકલેટ. કોકોમાંથી બનતી હોવાને કારણે ચૉકલેટ અમુક રીતે ઘણી ફાયદાકારક છે. એ નૅચરલ ગણાય છે. પણ આ વાંચીને ચૉકલેટ ખવડાવવામાં તમે બિન્દાસ બનો એ પહેલાં આ સમજવું જરૂરી છે કે બાળકને તમે કઈ ચૉકલેટ ખવડાવો છો. તકલીફ એ છે કે બજારમાં મળતી મોટા ભાગની ચૉકલેટોમાં ફક્ત કોકો પાઉડર હોતો નથી. કોકો પાઉડર કડવો હોય છે. એટલે એ ભાવે એ માટે એમાં ખાંડ ઉમેરવામાં આવે છે. એના સિવાય મિલ્ક સૉલિડ્સ ઉમેરાય છે. અમુક પ્રકારનાં હાયડ્રોજીનેટેડ ઑઇલ, ફ્લેવર્સ, બિનજરૂરી ફૅટ્સ, કલર નાખવામાં આવે છે. ફ્લેવર્સ અને કલર્સ હંમેશાં આર્ટિફિશ્યલ જ હોય છે. જેમ કે સ્ટ્રૉબેરી ચૉકલેટ હોય તો એમાં પિન્ક કલર અને સ્ટ્રૉબેરીનું એસેન્સ નાખવામાં આવે છે, રિયલ સ્ટ્રૉબેરી નહીં. આ સિવાય જે શુગર વપરાય છે એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે એ નૅચરલ શુગર નથી હોતી, કેમિકલ બેઝ્ડ શુગર હોય છે. જે ચૉકલેટ બહાર રાખો અને થોડી પણ ગરમી લાગે અને પીગળી જાય એને સારી ક્વૉલિટીની ચૉકલેટ સમજો કારણ કે એને સૉલિડ કરવા માટે થિકનિંગ એજન્ટ્સ નાખવામાં આવે છે એ એમાં નથી એટલે એ પીગળી રહી છે. ન પીગળે એવી ચૉકલેટ ખાવી નહી. આ સિવાય કલરવાળી, જાતભાતની ફ્લેવર્સવાળી પણ ચૉકલેટ ન ખાવી. જે ચૉકલેટમાં કોકો બટર કે સોયા લેસેથીન વાપરવામાં આવે એ હેલ્ધી ચૉકલેટ્સ કહી શકાય.

ચૉકલેટ સ્પ્રેડ કે સૉસમાં કોકો પાઉડર નામમાત્ર નાખવામાં આવે છે. એટલે બાળકોને આ સ્પ્રેડ અને સૉસથી દૂર રાખો. જે ચૉકલેટમાં કોકોનું પ્રમાણ વ્યવસ્થિત હોય એ ખાઈ શકાય. આ સિવાય નૅચરલ શુગરવાળી ચૉકલેટ્સ પણ બજારમાં મળે છે જેમાં પામ શુગર કે કોકોનટ શુગર હોય એવી શુગર ખવાય. એ નુકસાનદાયક નથી. બાળકોને ફાયદો જ કરાવવો હોય તો કોકો મિલ્ક પીવડાવવું. બજારમાં મળતા ચૉકલેટ પાઉડર ન લેવા. બજારમાં કેકાઉ પાઉડર મળે છે જે કોકોનું બેસ્ટ સ્વરૂપ છે, એ વાપરવું. જો એ ન મળે તો કોકો પાઉડરવાળું દૂધ પીવાય. સમજવાની વાત એ છે કે આ બન્ને કોકોનાં નૅચરલ સ્વરૂપ હોવાને કારણે થોડાં કડવાં લાગશે પણ એને તમે ઘરની સાદી ખાંડ સાથે પણ બાળકને આપશો તો એ વધુ ફાયદાકારક છે બીજા કોઈપણ ચૉકલેટ પાઉડરની સરખામણીમાં, કારણ કે એ પાઉડર્સમાં મિલ્ક સૉલિડ અને કેમિકલયુક્ત શુગર તો હોય જ છે, એ સિવાય પ્રિઝર્વેટિવ્ઝ પણ એટલાં જ હોવાનાં. એટલે એ પાઉડર કરતાં નૅચરલ કોકો કે કેકાઉ પાઉડર વાપરી શકાય.


Whatsapp-channel Whatsapp-channel

04 February, 2026 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK