Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: હેલ્ધી હાંડવો

Published : 10 March, 2026 11:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહીં શીખોઃ હેલ્ધી હાંડવો

હેલ્ધી હાંડવો

હેલ્ધી હાંડવો


સામગ્રી : એક બટેટું, બારીક કાપેલી કોથમીર એક ચમચો, બારીક કાપેલી મેથી એક ચમચો, પા કપ ચણાનો લોટ, કાંદો એક બારીક સમારેલો, ટમેટું એક બારીક કાપેલું, આદું-મરચાંની પેસ્ટ એક ચમચી, મીઠું સ્વાદ મુજબ, મરી પાઉડર પા ચમચી, બારીક રવો એક કપ, એક ચમચો લીંબુનો રસ, પાણી, તેલ એક ચમચો, રાઈ, જીરું, લીમડો, સફેદ તલ એક ચમચો.

રીત : બટેટાને ખમણી લેવું. એને એક વાસણમાં લેવું. એમાં કોથમીર, મેથી, ચણાનો લોટ, કાંદો, ટમેટું, આદું-મરચાંની પેસ્ટ, મીઠું, મરી પાઉડર અને રવો ઉમેરવો. લીંબુનો રસ નાખવો. પહેલાં બધું કોરું હલાવીને મિક્સ કરવું. પછી પાણી ઉમેરતાં જઈને જાડું મિશ્રણ તૈયાર કરવું. પાંચ મિનિટ ઢાંકી દેવું. બીજી બાજુ વઘારિયામાં તેલ મૂકી એમાં રાઈ, જીરું ને લીમડો નાખી એ વઘાર મિશ્રણમાં નાખવો. પાંચ મિનિટ ફરી ઢાંકીને રાખવું. પછી બેકિંગ પાઉડર ઉમેરવો. એક નૉનસ્ટિક તવો લેવો. એના પર તેલ નાખવું. એના પર થોડા સફેદ તલ નાખવા. એના પર એક ચમચો મિશ્રણ નાખવું. એના પર થોડું તેલ નાખવું અને દોઢથી બે મિનિટ ઢાંકીને શેકાવા દેવું. ઢાંકણ ખોલીને એને ફેરવીને બીજી બાજુ શેકાવા દેવું. તૈયાર છે હેલ્ધી હાંડવો.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 11:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK