ફાઇનલ મૅચમાં ભારતીયોનાં દિલ તોડવાના ટાર્ગેટ સાથે ઊતરેલા મિચલ સૅન્ટનરે મૅચ બાદ કહ્યું...
ન્યુ ઝીલૅન્ડ કૅપ્ટન મિચલ સૅન્ટન
અમદાવાદમાં રવિવારે મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મૅચમાં ઊતરતાં પહેલાં ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન મિચલ સૅન્ટનરે મોટો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ‘ટ્રોફી જીતવા માટે અમે અમદાવાદના સ્ટેડિયમમાં આવેલા દર્શકોને ચૂપ કરવા અને દિલ તોડવા માટે તૈયાર છીએ.’ જોકે ન્યુ ઝીલૅન્ડને સતત ૩ જીત બાદ T20 વર્લ્ડ કપ ઇતિહાસમાં ભારત સામે પહેલી વખત હારનો સામનો કરવો પડ્યો હતો.
ફાઇનલ મૅચમાં ૯૬ રનની વિશાળ હાર બાદ મિચલ સૅન્ટનરે કહ્યું હતું કે ‘અમે દર્શકોની બહુ મોટી ભીડ સામે એક સૌથી સારી ભારતીય ટીમ સામે હાર્યા. સ્ટેડિયમમાં આ વિશાળ બ્લુ દરિયાને જોતાં ભારતીય ટીમ વર્લ્ડ કપ જીતવા માટે ફેવરિટ હતી. સૂર્યા અને તેમના સાથીઓને તેમના પ્રદર્શન પર ગર્વ થવો જોઈએ. ફાઇનલ મૅચ પહેલાં અમે પણ દરેક તબક્કે પડકારોનો સારો સામનો કર્યો હતો.’
