સ્કૅલપનો રંગ પીળાશ પડતો હોય એનો અર્થ એ છે કે તમારું સ્કૅલ્પ હેલ્ધી નથી. સામાન્ય રીતે હેલ્ધી સ્કૅલ્પ ગુલાબી અથવા સફેદ રંગનું હોય છે
પ્રતીકાત્મક તસવીર
વાળ વ્યક્તિની સુંદરતામાં વધારો કરે છે, પણ આજકાલ વાળને લગતી સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. આ બધા પ્રૉબ્લેમ્સ ત્યારે થાય છે જ્યારે તમારું સ્કૅલ્પ એટલે કે માથાનું તાળવું હેલ્ધી ન હોય. સ્કૅલ્પ અનહેલ્ધી હશે તો ડૅન્ડ્રફ અને હેરફૉલ ત્વચાના રોગોનું કારણ બની શકે. તમારું સ્કૅલ્પ કેટલું હેલ્ધી છે એ આ પરિબળો પરથી જાણી શકાય.
ઝીરો ડૅન્ડ્રફ
ADVERTISEMENT
જો તમારું સ્કૅલ્પ હેલ્ધી ન હોય તો સતત ખંજવાળ આવ્યા કરે, ડ્રાય સ્કૅલ્પ હોય તો ક્યારેક વધુ ખંજવાળવાથી લોહી પણ નીકળે છે જે ઇન્ફેક્શન અને ફંગલ ઇન્ફેક્શનના જોખમને વધારે છે. વધુ ઑઇલી સ્કૅલ્પને કારણે વાળ ખરવાની સમસ્યા થાય છે. એમાંય ડૅન્ડ્રફ હોય તો વાળ ખરવાનું પ્રમાણ અને ખંજવાળ બન્ને વધે છે. તેથી વાળમાં ડૅન્ડ્રફ ન થાય એની ખાસ કાળજી રાખવી જરૂરી છે.
સ્કૅલ્પનો રંગ
સ્કૅલપનો રંગ પીળાશ પડતો હોય એનો અર્થ એ છે કે તમારું સ્કૅલ્પ હેલ્ધી નથી. સામાન્ય રીતે હેલ્ધી સ્કૅલ્પ ગુલાબી અથવા સફેદ રંગનું હોય છે. જો સ્કૅલ્પની ચામડી ઊખડે, ફોલ્લીઓ થાય તો ઍલર્જી હોઈ શકે છે. આવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો. આ ઉપરાંત સ્કૅલ્પમાંથી દુર્ગંધ આવે તો સમજવું કે બૅક્ટેરિયા કે ફંગસ હશે. હેલ્ધી સ્કૅલ્પમાં દુર્ગંધ ન આવે.
આૅઇલ બૅલૅન્સ
સ્કૅલ્પમાં ઑઇલ બૅલૅન્સ હોવું બહુ જરૂરી છે. વધુ ઑઇલી સ્કૅલ્પ હશે તો ડૅન્ડ્રફ અને ઇન્ફેક્શન થાય અને ડ્રાય હોય તો ત્વચા પર ચાંદાં પડે. તેથી નિયમિત રીતે માઇલ્ડ શૅમ્પૂ અને રેગ્યુલર ઑઇલિંગ કરવું જરૂરી છે.
આ રીતે રાખો સ્કૅલ્પને હેલ્ધી
હંમેશાં નૅચરલ અને ઑર્ગેનિક હેરકૅર પ્રોડક્ટ્સ વાપરવાનો આગ્રહ રાખવો.
ઑઇલિંગ કરતી વખતે સ્કૅલ્પના બ્લડ-સર્ક્યુલેશનને વધારવા સ્કૅલ્પ-મસાજ કરો.
પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી સ્કૅલ્પ હાઇડ્રેટેડ રહેશે.
દહીં, શાકભાજી અને બદામ જેવા વિટામિન E, D, બાયોટિન અને ઓમેગા-થ્રી ફૅટી ઍસિડયુક્ત આહારનો ડાયટમાં સમાવેશ કરો જેથી સ્કૅલ્પનું સ્વાસ્થ્ય સારું રહે.
માનસિક તનાવ પણ હેર-હેલ્થને પ્રભાવિત કરે છે તેથી સ્ટ્રેસ-લેવલને ઓછું કરવા યોગ, મેડિટેશન અને રેગ્યુલર વૉકિંગ જેવી પ્રવૃત્તિઓ કરો.
સ્કૅલ્પ પર હળવા સ્ક્રબ અથવા સ્કૅલ્પ બ્રશથી સપ્તાહમાં એક વાર એક્સફોલિએટ કરવાથી બ્લૉક થયેલાં પોર્સ ખૂલે છે અને સ્કૅલ્પ ક્લીન થાય છે.


