દરેક વખતે નવા ડ્રેસ સાથે મૅચિંગ નેઇલ પૉલિશ લેવી શક્ય ન હોવાથી આઇશૅડો પૅલેટની મદદથી ઘરે જ ડ્રેસના મૅચિંગ શેડ્સ બનાવી શકાય છે. કોઈ પ્રસંગ માટે તૈયાર થઈને બહાર જવાનું હોય તો સારા ડ્રેસની સાથે સૂટ થાય એવો મેકઅપ અને હેરસ્ટાઇલ તો મસ્ટ-હૅવ થિંગ હોય જ છે, પણ નેઇલ્સનું મેકઓવર પણ જરૂરી હોય છે. દરેક ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ જમા કરવી મિડલ ક્લાસ ફૅમિલીની યુવતી માટે નેક્સ્ટ ટુ ઇમ્પૉસિબલ હોય છે. તૈયાર થઈ ગયા બાદ પણ જો નખ પર ધ્યાન જાય અને જૂની મિસમૅચ્ડ નેઇલ પૉલિશ દેખાય તો છેલ્લી ઘડીએ માર્કેટમાંથી નેઇલ પૉલિશ ખરીદવી પણ મુશ્કેલ હોય છે. જોકે એનું સૉલ્યુશન મેકઅપ કિટમાં જ છુપાયેલું છે. જી હા, ડ્રેસના મૅચિંગ શેડની નેઇલ પૉલિશ પાંચ મિનિટમાં ઘરે બનાવી શકાય છે. આ જુગાડ પ્રૉબ્લેમ-સૉલ્વિંગ અને બજેટ-ફ્રેન્ડ્લી તો છે જ, સાથે ડ્રેસની મૅચિંગ નેઇલ પૉલિશ તમારા લુકને પર્ફેક્ટ નહીં પણ સુપરપર્ફેક્ટ બનાવશે.
18 April, 2025 07:15 IST | Mumbai | Gujarati Mid-day Correspondent