મમતા બૅનરજીએ વધુમાં કહ્યું હતું કે ‘હું ન્યાયાધીશ (નિવૃત્ત) અસીમ કુમાર રેના નેતૃત્વમાં એક તપાસ-કમિટીની રચના કરી રહી છું જેમાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવને સભ્યો તરીકે સામેલ કરવામાં આવશે.
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બૅનરજી
કલકત્તામાં મેસીની ઇવેન્ટમાં શાહરુખ ખાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ-કેપ્ટન સૌરવ ગાંગુલી અને મુખ્ય પ્રધાન મમતા બૅનરજી તેમ જ ઘણા આમંત્રિત મહેમાનો યોજના મુજબ ભાગ લઈ શક્યા નહોતાં. સૉલ્ટ લેક સ્ટેડિયમમાં અંધાધૂંધીની ઘટના બાદ મુખ્ય પ્રધાન મમતાએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજની અંધાધૂંધીથી હું ખૂબ જ વ્યથિત અને આઘાત પામી છું. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે હું લીઅનલ મેસી તેમ જ તમામ રમતપ્રેમીઓ અને તેમના ચાહકોની દિલથી માફી માગું છું.’
આયોજકોએ મેસીની ટૂરનું અવિચારી રીતે વ્યાપારીકરણ કર્યું અને ફૅન્સની લાગણીઓને અવગણી. ચાહકોને તેમના હીરોને જોવાનો અધિકાર છે. આ બધું જાણવા છતાં આયોજકોએ ફક્ત પૈસા કમાવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેને એક સભ્ય સમાજ સહન કરી શકતો નથી. - પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોસ
ADVERTISEMENT
આ એક ખાનગી કાર્યક્રમ હતો જે એક PR એજન્સી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. AIFF આ કાર્યક્રમના આયોજન અથવા અમલીકરણમાં કોઈ પણ રીતે સામેલ નહોતું. કાર્યક્રમની વિગતો જણાવવામાં આવી નહોતી કે ફેડરેશન પાસેથી કોઈ મંજૂરી માગવામાં આવી નહોતી- લ ઈન્ડિયા ફુટબોલ ફેડરેશન (AIFF)
મમતા બૅનરજીએ વધુમાં કહ્યું હતું કે ‘હું ન્યાયાધીશ (નિવૃત્ત) અસીમ કુમાર રેના નેતૃત્વમાં એક તપાસ-કમિટીની રચના કરી રહી છું જેમાં ગૃહ વિભાગના મુખ્ય સચિવ અને અધિક મુખ્ય સચિવને સભ્યો તરીકે સામેલ કરવામાં આવશે. કમિટી આ ઘટનાની વિગતવાર તપાસ કરશે, જવાબદારી નક્કી કરશે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે પગલાં સૂચવશે. ફરી એક વાર હું બધા રમતપ્રેમીઓની દિલથી માફી માગું છું.’


