સુંદરતાના મામલે યુવતીઓને પાછળ છોડે એવી પીઢ અભિનેત્રી રેખાની આંખો દરેક લુકમાં આકર્ષક લાગે છે ત્યારે તેની આંખોમાં કાજલની પ્લેસમેન્ટ કેવી રીતે કરે છે એ ટ્રિક જાણીને તમે પણ તેના જેવી હાઇલાઇટેડ અને બોલ્ડ આઇઝ કરી શકો છો
અભિનેત્રી રેખા
બૉલીવુડની દિગ્ગજ અભિનેત્રી રેખા તેની અભિનય અને નૃત્યની કળા માટે જ નહીં, તેની સુંદરતા અને આંખોમાં કાજલ લગાવવાની યુનિક સ્ટાઇલ માટે પણ જાણીતી છે. અન્ય અભિનત્રીઓ કરતાં તેની આંખો કાજલ લગાવવાની ટ્રિકને લીધે વધુ આકર્ષક દેખાતી હોય છે. જો તમને પણ રેખાની જેમ પોતાની આંખોને બોલ્ડ અને અટ્રૅક્ટિવ દેખાડવી હોય અને લોકો પાસેથી અઢળક કૉમ્પ્લિમેન્ટ્સ જોઈતાં હોય તો કાજલ લગાવવાની ટેક્નિકને સમજવી પડશે.
રેખા કેવી રીતે કાજલ લગાવે છે...
ADVERTISEMENT
કાજલ લગાવવાની સ્ટ્રૅટેજી
સામાન્યપણે આપણે આંખોના નીચલા ભાગની અંદર કાજલ લગાવીએ છીએ, પણ જો એક્સપ્રેસિવ આઇઝ જોઈતી હોય તો એને હાઇલાઇટ કરવા માટે અપર વૉટરલાઇન પર કાજલ લગાવવું જોઈએ. એને ટાઇટ લાઇનિંગ કહેવાય. આ રીતે કાજલ લગાવવાથી આંખો મોટી લાગે છે અને ફેસ વધુ સારો લાગે છે. લોઅર વૉટરલાઇન પર કાજલ લગાવવાને બદલે લોઅર લૅશલાઇન એટલે કે આંખોના નીચલા હિસ્સાની પાંપણ છે ત્યાં લગાવવી જોઈએ. આ ટ્રિક આંખોને ડલ કર્યા વગર આકર્ષક બનાવશે. એને થોડી સ્મોકી ઇફેક્ટ આપવા માટે સ્મજ કરવામાં આવે તો એ થોડો સૉફ્ટ અને નૅચરલ લુક આપશે.
આઇલાઇનર અને કાજલને કનેક્ટ કરો
આંખોના શેપને હાઇલાઇટ કરવા માટે લાઇનરને ઉપરથી અને કાજલને નીચેથી લગાવીને આઇલિડના કૉર્નર પર બન્નેને કનેક્ટ કરવું જોઈએ. સ્મૂધ રીતે એકબીજાને કનેક્ટ કરીને સ્મજ કરવામાં આવે તો આંખો વધુ ડિફાઇનિંગ અને આકર્ષક લાગશે. જેમની આંખો નાની અને ચપટી હોય તેમણે કૉર્નર્સ અને વૉટરલાઇનને હાઇલાઇટ કરવું જોઈએ જેથી આંખો વધુ સુંદર લાગે. કોઈ ફંક્શનમાં જવું હોય તો શિમરી આઇશૅડો લગાવીને આ રીતે કાજલ અને લાઇનરને લગાવવામાં આવે તો આંખો વધુ બ્રાઇટ અને સુંદર દેખાશે.
લૅશને કર્લ અને કોટ કરો : આંખોમાં કાજલ અને આઇલિડ પર લાઇનર લગાવવાથી ડ્યુટી પૂરી નથી થઈ જતી. લૅશ પર મસ્કરા આંખોને વધુ આકર્ષક બનાવવાનું કામ કરે છે. આંખોની ઉપર અને નીચે આવેલી પાંપણને કર્લ કરીને મસ્કરાનું કોટિંગ કરશો તો આંખો વધુ ડ્રામૅટિક દેખાશે.
બ્રો બોનને હાઇલાઇટ કરવાનું ભૂલતા નહીં
આઇલાઇનર, કાજલ અને મસ્કરા બાદ બ્રો બોન પર લાઇટ શિમર અથવા હાઇલાઇટરથી હાઇલાઇટ કરવામાં આવે તો આંખો ઊડીને આંખે વળગશે એ પાક્કું. રેખા આ રીતે જ કાજલ લગાવે છે. તમે પણ ટ્રાય કરી જોજો.

