જાનકી બોડીવાલાને શૈતાન માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને લાપતા લેડીઝ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ મળ્યો: કાર્તિક આર્યન બેસ્ટ ઍક્ટર અને નિતાંશી ગોયલ બેસ્ટ ઍક્ટ્રેસ જાહેર
આઇફા અવૉર્ડ્સની આ વર્ષે સિલ્વર જ્યુબિલી યોજાઈ છે અને આ વખતે અવૉર્ડ-ફંક્શનનું ત્રણ દિવસનું સેલિબ્રેશન રાજસ્થાનના જયપુર ખાતે યોજાયું હતું. આ ફંક્શન અંતર્ગત શનિવારે ડિજિટલ અવૉર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે રવિવારે ફિલ્મ-અવૉર્ડ્સ આપવામાં આવ્યા હતા. આ વખતના ફિલ્મ-અવૉર્ડ્સ ફંક્શનમાં ‘લાપતા લેડીઝ’ને અલગ-અલગ કૅટેગરીમાં સૌથી વધારે ૧૦ અવૉર્ડ મળ્યા છે, જ્યારે કાર્તિક આર્યનને ‘ભૂલભુલૈયા 3’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટરનો અને નિતાંશી ગોયલને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ લીડિંગ ઍક્ટ્રેસનો રોલ મળ્યો છે. આ અવૉર્ડ-ફંક્શનમાં કરણ જોહર અને કાર્તિક આર્યને ઍન્કરિંગની જવાબદારી સંભાળી હતી; જ્યારે શાહરુખ ખાન, માધુરી દીક્ષિત, ક્રિતી સૅનન, શાહિદ કપૂર અને કરીના કપૂરે જોરદાર પર્ફોર્મન્સ આપીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં.
આઇફા અવૉર્ડ્સ 2025માં બે ગુજરાતી યુવતીઓએ અલગ-અલગ કૅટેગરીમાં અવૉર્ડ જીતવાની સિદ્ધિ મેળવી છે. આ વર્ષે જાનકી બોડીવાલાને ‘શૈતાન’ માટે બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટ્રેસનો તેમ જ સ્નેહા દેસાઈને ‘લાપતા લેડીઝ’ માટે બેસ્ટ સ્ક્રીનપ્લેનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
જાનકી બોડીવાલાએ ‘શૈતાન’ જે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રીમેક છે એમાં પણ મહત્ત્વનો રોલ ભજવ્યો હતો અને શાહરુખે તેને અવૉર્ડ એનાયત કરતાં તે બહુ ખુશખુશાલ થઈ ગઈ હતી.
આઇફા અવૉર્ડ્સના વિજેતાઓની યાદી
બેસ્ટ લીડિંગ રોલ (મેલ)
કાર્તિક આર્યન (ભૂલભુલૈયા 3)
બેસ્ટ લીડિંગ રોલ (ફીમેલ)
નિતાંશી ગોયલ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડિરેક્શન
કિરણ રાવ (લાપતા લેડીઝ)
બેસ્ટ પર્ફોર્મન્સ ઇન અ નેગેટિવ રોલ
રાઘવ જુયાલ (કિલ)
બેસ્ટ સપોર્ટિંગ રોલ (ફીમેલ)
જાનકી બોડીવાલા (શૈતાન)
બેસ્ટ સપોર્ટિંગ રોલ (મેલ)
રવિ કિશન (લાપતા લેડીઝ)
બેસ્ટ સ્ટોરી (ઓરિજિનલ) પૉપ્યુલર કૅટેગરી
બિપ્લબ ગોસ્વામી (લાપતા લેડીઝ)
બેસ્ટ સ્ટોરી (અડૅપ્ટેડ)
શ્રીરામ રાઘવન, અરિજિત બિશ્વાસ, પૂજા લધા સુરતી અને અનુકૃતિ પાંડે (મેરી ક્રિસમસ)
બેસ્ટ ડિરેક્શન ડેબ્યુ
કુણાલ ખેમુ (મડગાંવ એક્સપ્રેસ)
બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (મેલ)
લક્ષ્ય લાલવાણી (કિલ)
બેસ્ટ ડેબ્યુ ઍક્ટર (ફીમેલ)
પ્રતિભા રંતા (લાપતા લેડીઝ)
બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર
રામ સંપથ (લાપતા લેડીઝ)
બેસ્ટ લિરિક્સ
પ્રશાંત પાંડે (સજની, લાપતા લેડીઝ)
બેસ્ટ સિંગર (મેલ)
જુબિન નૌટિયાલ (આર્ટિકલ 370, દુઆ)
બેસ્ટ સિંગર (ફીમેલ)
શ્રેયા ઘોષાલ (ભૂલભુલૈયા 3, અમી જે તોમર 3.0)
બેસ્ટ સ્ક્રીનપ્લે
સ્નેહા દેસાઈ (લાપતા લેડીઝ)
બેસ્ટ ડાયલૉગ્સ
અર્જુન ધવન, આદિત્ય ધર, આદિત્ય સુહાસ જાંભલે, મોનલ ઠાકર (આર્ટિકલ 370)
બેસ્ટ સિનેમૅટોગ્રાફી
રફી મેહમૂદ (કિલ)
બેસ્ટ ડાન્સ ડિરેક્ટર
બોસ્કો-સીઝર (બૅડ ન્યુઝ, તૌબા તૌબા)
બેસ્ટ સ્પેશ્યલ ઇફેક્ટ્સ
રેડ ચિલીઝ વીએફએક્સ (ભૂલભુલૈયા ૩)
આઉટસ્ટૅન્ડિંગ અચીવમેન્ટ ઇન ઇન્ડિયન સિનેમા
રાકેશ રોશન
11 March, 2025 04:40 IST | Jaipur | Gujarati Mid-day Correspondent